Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે સાંજે અને આજે સવારે પણ ત્રાટકી ટીમો
જામનગર તા. ૨: જામનગર મહાનગરપાલિકા દ્વારા દરબારગઢ થી બર્ધનચોક અને માંડવીટાવર સુધીના માર્ગ ઉપર રેકડી પથારાના દબાણોને દૂર કરવા માટેની ઝુંબેશ ચલાવવામાં આવે છે, જેના ભાગરૂપે ગઈકાલે સાંજે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી ને ૬ રેંકડી, ૧૦ પથારા તેમજ અન્ય પથારાને લગત માલ સામાન વગેરે બે જેટલા ટ્રેક્ટર માં માલસામાન જપ્ત કરીને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવા આવ્યા હતા. મહાનગરપાલિકાના દબાણ હટાવ અધિકારી ધર્મેન્દ્રસિંહ જાડેજા ની રાહબરી હેઠળની ટુકડીએ ગઈકાલે સાંજે સૌપ્રથમ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી, ત્યારે ધંધાર્થીઓમાં ભારે નાસભાગ થઈ હતી. આજે પણ સવારથી રેંકડી પથારા ગુમ થઈ ગયેલા જોવા મળે છે. ત્યારબાદ આજે સવારે શાકમાર્કેટ વિસ્તારમાં પણ ઝુંબેશ હાથ ક્ષરી હતી.
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર દીપેશ કેડીયા, કે જેઓ ખુદ આજે ઉપરોકત વિસ્તારમાં સર્વે માટે નીકળ્યા હતા. તે પહેલા દબાણ હટાવ ઝુંબેશને ફરીથી વહેલી સવારે હાથ ધરી શાક બકાલા ની આઠ રેંકડીઓ તેમજ ૧૨ જેટલા વજન કાંટા વગેરે કબજે કરી લેવામાં આવ્યા હતા. આ સમયે પણ ભારે દોડધામ થઈ હતી. અને ત્યારબાદ શાકમાર્કેટ વિસ્તારમાં વાહન વ્યવહાર સરખી રીતે ચાલી શકે તે પ્રકારની ન લાગતો ખુલ્લો જોવા મળ્યો હતો. કમિશનર દીપેશ કેડીયા એ ઉપરોક્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. આ વેળાએ તેઓની સાથે આસી. કમિશનર મુકેશ વરણવા તેમજ અન્ય સ્ટાફ જોડાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial