Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સસરાએ માથામાં કુહાડી ઝીંકી દીધીઃ
જામનગર તા. ૨: જોડીયાના શાંતિનગરમાં રહેતા એક યુવાને પોતાના ઘેર આવેલા માતાને ચાનું પૂછતા તેમના પત્નીને આ બાબત ગમી ન હતી. તેઓએ પિતા સાથે મળી પતિ પર હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. હુમલામાં આ યુવાનને સસરાએ માથામાં કુહાડી ઝીંકી દીધી હતી.
જોડીયા તાલુકાના શાંતિનગરમાં રહેતા શબ્બીરભાઈ હાજીભાઈ કટીયા તથા તેમના પુત્રી ગઈકાલે સવારે પોતાના ઘરમાં ઝાડવા સરખા કરતા હતા ત્યારે તેમના ઘેર રોકાવા આવેલા માતાને શબ્બીરભાઈએ ચા માટે પૂછતા શબ્બીરભાઈના પત્ની ખાતુનબેનને ગમ્યું ન હતું.
ત્યારપછી આ મહિલાએ પતિને ગાળો ભાંડી બોલાચાલી કરતા તેમ ન કરવાનું શબ્બીરભાઈએ કહેતા ખાતુનબેન તથા કિશોરપરી મોહનપરીએ ઉશ્કેરાઈને ઢીકાપાટુ તથા લાકડીથી માર માર્યાે હતો. પતિ-પત્ની વચ્ચે જ્યારે બોલાચાલી થતી હતી ત્યારે બાજુમાં જ રહેતા શબ્બીરભાઈના સસરા કિશોરપરી કે જેઓ બાજુમાં જ રહે છે. તેઓ કુહાડી સાથે ધસી આવ્યા હતા અને પિતા-પુત્રીએ હુમલો કરી માર મારવા ઉપરાંત શબ્બીરભાઈના માથામાં ઈજા પહોંચાડી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial