Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતને સફળતાઃ
જામનગર તા. ૨: રાજ્ય કામદાર વીમા નિગમને લગતા પ્રશ્નોની રજૂઆત કરવા માટે અમદાવાદમાં વ્યક્તિગત સુનવણી તથા અન્ય વહીવટી કામગીરી માટે જવું પડતું હતું. જેથી વેપારીઓ તથા ઉદ્યોગકારોના સમય તથા નાણાંનો વ્યય થતો હતો. આ અંગે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્રિય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા, જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ, અશોકકુમાર સિંઘ, (ડાયરેકટર જનરલ, રાજ્ય કામદાર વીમા નિગમ, નવી દિલ્હી), રીજીયોનલ ડાયરેકટર (અમદાવાદ), હેમંતકુમાર પાંડેને છેલ્લા ઘણાં સમયથી વિસ્તૃત રજૂઆત કરવામાં આવેલ હતી. જેના ફળ સ્વરૂપે ડો. મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષસ્થાને નવી દિલ્હીમાં ઈએસઆઈ સીની મળેલ બેઠકમાં ચેમ્બરની રજૂઆતને ધ્યાને લેવામાં આવેલ છે. અને ઈએસઆઈસી પાંચ રાજ્યોમાં સબ-રીજીયોનલ ઓફિસિસ (એસઆરઓએસ) ની સ્થાપના કરવા મંજુરી આપવામાં આવેલ છે. જેમાં મેઘાલય, બિલાસપુર (છત્તીસગઢ), રાજકોટ (ગુજરાત), જમશેદપુર (ઝારખંડ) અને જબલપુર (મધ્યપ્રદેશ)માં શરૂ કરવામાં આવશે. આથી, કામદારોના ઈએસઆઈસીના વ્યક્તિગત સુનાવણીના કામ અર્થે જે અમદાવાદ જવું પડતું હતું તેના બદલે હવે રાજકોટમાં ઓફિસ શરૂ થવાથી વેપારીઓ તથા ઉદ્યોગકારોને રાહત મળશે. આ તકે જામનગર ચેમ્બર સમગ્ર વેપાર-ઉદ્યોગ વતી માન. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા તથા હાલારના સાંસદ પૂનમબેન માડમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial