Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં હજારો મોબાઈલ ફોન ઠપ્પઃ દોઢેક કલાક પછી સેવા થઈ પૂર્વવત

ગઈકાલે સાંજે કેટલીક કંપનીઓનું નેટવર્ક ખોરવાતા

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ ગઈકાલે બપોર પછી જામનગરમાં કેટલીક મોબાઈલ કંપનીના નેટવર્કમાં સમસ્યા ઊભી થતા હજારો ગ્રાહકોના મોબાઈલ ફોન ઠપ્પ થઈ ગયા હતાં, જે પછી મોડેથી સેવા રાબેતામુજબ થવા પામી હતી.

જામનગરમાં ગઈકાલે સાંજે મોબાઈલ નેટવર્કમાં કોઈ ટેકનિકલ ક્ષતિ સર્જાઈ હતી, તેમ માની શકાય કારણ કે વોસફોન, આઈડિયા (વીઆઈ), એરટેલ વિગેરે મોબાઈલ ફોન કંપનીના નેટવર્ક બંધ થઈ ગયા હતાં.

પરિણામે હજારો મોબાઈલ ફોન બંધ થઈ ગયા હતાં. આથી મોબાઈલ ફોનધારકો અને ઈન્ટરનેટધારકો હેરાન-પરેશાન થઈ ગયા હતાં, કારણ કે તેમના કામકાજ અટકી ગયા હતાં, તો અનેક ગ્રાહકો મોબાઈલ કંપનીની ઓફિસે પહોંચ્યા હતાં અને પૂછપરછ કરી હતી.

આશરે દોઢ કલાકથી પણ વધુ સમય પછી મોબાઈલ સેવા પૂર્વવત થતા ગ્રાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh