Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાગરિકોને યોજનાઓની માહિતી-સેવા ઉપલબ્ધ કરાઈ
ખંભાળિયા તા. ૨: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૨ થી ૨૦ જૂન દરમિયાન વિવિધ જિલ્લાના વિવિધ તાલુકાઓના ગ્રામ્ય કક્ષાએ જિલ્લા પંચાયત બેઠક દીઠ 'જનકલ્યાણ શિબિર'નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
બજાણા આહિર સમાજમાં યોજાયેલ જનકલ્યાણ શિબિરમાં મહાનુભાવોને હસ્તે આયુષ્માન વય વંદના યોજના, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના વગેરે યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિતોને વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. વધુમાં મહાનુભાવોના હસ્તે પ્રાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું અને શ્રમદાન દ્વારા પ્રાંગણની સફાઈ કરવામાં આવી હતી. ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રમુખ યોજનાઓની માહિતી મેળવવા તેમજ અરજી કરવા માટે અને અન્ય સરકારી સેવાઓ માટે વિભાગોના આધાર કાર્ડને લગતી સેવાઓ, વિવિધ દાખલાઓ કઢાવવાની સેવાઓના સ્ટોલમાં આરોગ્ય કેમ્પમાં ગ્રામજનોને આરોગ્ય તપાસ સુવિધા આપવામાં આવી હતી તેમજ મફત કાનૂની સહાય અંગે જાગૃતિ અર્થે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા સ્ટોલ તૈયાર કરવામાં આવ્યો હતો. આ તકે પ્રાંત અધિકારી કે.કે.કરમટા, તાલુકા વિકાસ અધિકારી એન.એલ. બેડિયાવદરા, અગ્રણી એભાભાઈ કરમૂર સહિત તાલુકા તથા સ્થાનિક પદાધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહૃાાં
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial