Advertisement
Author: નોબત સમાચાર

ચેમ્પિયનશીપની મજબૂત દાવેદાર ટીમોના વિજય સાથે રોમાંચક બનતો ફૂટબોલ મહાકુંભ

ફીફા વર્લ્ડ કપઃ રાઉન્ડ-૧૬ મા દસ ટીમોનો પ્રવેશઃ

                                                                                                                                                                                                      

ન્યુયોર્ક તા. રઃ અમેરિકા, મેકસીને અને કેનેડામાં રમાઈ રહેલ ફીફા વર્લ્ડ કપ-ર૦ર૬ ફૂટબોલ ટુર્નામેન્ટમાં રાઉન્ડ-૩ર ના અત્યાર સુધીના મેચોમાં ૧૦ ટીમોનો રાઉન્ડ-૧૬ મા પ્રવેશ થઈ ચૂક્યો છે.

જેમાં ત્રણેય સહયજમાન દેશો યુએસએ, મેક્સિકો અને કેનેડાની ટીમ રાઉન્ડ-૧૬ મા પ્રવેશ મેળવવામાં સફળ થઈ છે. ચેમ્પિયનશીપ માટે મજબૂત દાવેદાર ગણાતી ટીમોમાં ફ્રાન્સ, બ્રાઝીલ અને ઈંગ્લેન્ડની ટીમો પણ રાઉન્ડ-૧૬ મા પહોંચી છે. આ ઉપરાંત પેરાગો, મોરક્કો, બેલ્જિયમ, નોર્વેની ટીમ રાઉન્ડ-૧૬ મા પ્રવેશ મેળવી ચૂકી છે.

જો કે રાઉન્ડ-૧૦ મા જ મજબૂત દાવેદાર ગણાતી ફૂટબોલની ધુંવાધાર જર્મનીની ટીમ પરાજીત થતાં ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. નેધરલેન્ડ પણ રાઉન્ડ-૧૦ મા પ્રવેશથી વંચિત રહી ગઈ છે.

હવે પછીના રાઉન્ડ-૩ર ના મેચોમાં આર્જેન્ટિના, પોર્ટુગલ, ક્રોએશિયા, સ્પેન, ઓસ્ટ્રેલિયા અને સ્વીત્ઝરર્લેન્ડ જેવી જોરદાર ટીમોના ભાવિનો ફેંસલો થનાર હોવાથી આ વર્લ્ડ કપ અત્યંત રોમાંચક બની રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh