Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત આયુર્વેદ યુનિ.માં સેનેટની ચૂંટણીમાં બોગસ મતદાનના ચકચારી કેસમાં ડોક્ટરોનો નિર્દોષ છૂટકારો

એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ સને ર૦૦૩-૦૪ ના અરસામાં સમગ્ર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીમાં બોગસ આઈકાર્ડ બનાવી વોટીંગ્સ થયા અંગેની ફરિયાદનો કેસ અદાલતમાં ચાલી જતા એડી. ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટે તમામ ડોક્ટરોને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા છે.

આ અંગેની વિગતો એવી છે કે, આ અરસામાં સેનેટની ચૂંટણી યોજાયેલ. મતદાન પૂર્ણ થયા પછી ગણતરી સમયે બોગસ આઈકાર્ડ બનાવી કુલ ૧૭૧ મતદારોએ મતદાન કરેલ ન હોવા છતાં તેઓના નામે મતદાન થયેલાના આક્ષેપ થયેલા અને ચૂંટણી કેન્સલ થયાનું જાહેર કરી, તપાસ એજન્સી નિમાયેલ, જેના રિપોર્ટના આધારે ડો. વિકાસ શર્મા-સુરત, સુખદેવસિંહ વાસિયા-સુરત અને જેઓ ચૂંટણીમાં ઊભા રહેલ નોહોતા એવા ડો. કે.કે. ઝાલા સામે જામનગર સિટી 'બી' ડિવિઝનમાં ફરિયાદ થયેલ અને તપાસના કામે ચાર્જશીટ કરવામાં આવેલ હતું.

આ કેસમાં કુલ ૧૮૭ સાહેદો તપાસવામાં આવેલ હતાં, પરંતુ આક્ષેપિત વિગતો અંગેનો કોઈ જ પુરાવો કે એક્સપર્ટ પુરાવો સરકાર પક્ષે રજૂ થયેલો નોહોતો. વધુમાં કેસ ચાલતા દરમિયાન મતદાન માટેના ઓળખ કાર્ડ બનાવેલા અને કઈ વ્યક્તિઓના કહેવાથી બોગસ મતદાન થયેલું અને ખરેખર બોગસ કાર્ડ બોગસ હતાં કે કેમ તે અંગેનો પણ પુરાવો રેકર્ડ ઉપર આવેલો નહીં. ઉલટાનું આયુર્વેદ હોસ્પિટલના પ્રેસ વિભાગના વડાનું નિવેદન નોંધાયેલ તેમાં તેઓએ સ્પષ્ટપણે જણાવેલ કે પ્રિન્ટીંગ ક્ષેત્રમાં આવી સુક્ષ્મ ભૂલો થવી તે સામાન્ય છે.

આ કેસમાં બન્ને પક્ષોની દલીલો પછી જામનગરના એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સી.એલ. કાપડીયાએ તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા ચૂકાદો જાહેર કરેલ છે. આ કેસમાં આરોપી/ડોક્ટરો તરફે વકીલ અશ્વિન બી. મકવાણા રોકાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh