Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મામલતદાર, ટી.ડી.ઓ, અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિતઃ
ખંભાળિયા તા. ૨: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે જી.એમ.ડી.સી. હાઈસ્કુલમાં ૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના, જન કલ્યાણના અને વિકસિત ભારત સંકલ્પ૨૦૪૭ની ઉજવણીરૂપે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત નાગરિકોએ રાજ્ય અને કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી મેળવી અને વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. શિબિરના પ્રારંભે મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રો, પ્રમાણપત્રો તથા સહાયના લાભો અર્પણ કરવામાં આવ્યા હતા.
આ શિબિરમાં લાભાર્થીઓને પીએમ સૂર્ય ઘર યોજના, વ્હાલી દીકરી યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના, પીએમ કિસાન યોજના, ફાર્મર રજિસ્ટ્રેશન, તાર ફેન્સિંગ યોજના, સ્માર્ટ ફોન સહાય યોજના, નમોશ્રી યોજના, પી.એમ.જે.એ.વાય. યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગો માટેની આર્થિક સહાય યોજના, આધાર કાર્ડ સેવા સહિત અન્ય વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો તથા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial