Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'નો-રીઝલ્ટ'
લંડન તા. રઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેના પ્રથમ ટી-ર૦ મેચમાં વરસાદનું વિઘ્ન આવતા મેચ ધોવાઈ ગયો હતો.
ભારતના કપ્તાને ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ભારતના દાવની શરૂઆત આઘાતજનક રહી હતી. સંજુ સેમસન ૧ રન કરીને અને ઈશાન કિશન શૂન્યમાં આઉટ થઈ જતા ભારતે માત્ર છ રનમાં બે વિકેટો ગુમાવી દીધી હતી.
અભિષેક શર્માએ તેના આક્રમક અંદાજમાં માત્ર ર૪ દડામાં ચાર છગ્ગા અને છ ચોગા સાથે પ૯ રન ફટકારી દીધા હતા. કેપ્ટન શ્રેયસ ઐયરે પણ ૪૭ દડામાં એક છગ્ગા અને છ ચોગ્ગા સાથે ૬૮ રન કરતા ભારતનો સન્માનજનક જુમલો નોંધાયો હતો. તિલક વર્મા ૧૩ રને આઉટ થયો હતો. શિવમ ડુબેએ ર૧ દડામાં ત્રણ છગ્ગા અને બે ચોગ્ગા સાથે ધુંવાધાર ફટકાબાજી કરતા ર૦ ઓવરના અંતે ભારતનો સ્કોર સાત વિકેટે ૧૮૯ રન થયા હતાં.
ઈંગ્લેન્ડનો દાવ શરૂ થાય તે પહેલા જ વરસાદ તૂટી પડતા અને મેચ આગળ રમાડી શકાય તેવી સ્થિતિ નહીં હોવાથી મેચ 'નો રીઝલ્ટ' સાથે પડતો મૂકવામાં આવ્યો હતો.
ભારતની ટીમમાં આકર્ષક અને રેકર્ડ સર્જનાર નવયુવાન બેટધર વૈભવ સૂર્યવંશીનો સમાવેશ નહીં કરવામાં આવતા ક્રિકેટ રસિકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial