Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લેફટન્ટ ગવર્નર મનોજ સિંહાએ આપી લીલીઝંડી
શ્રીનગર તા. ૨: અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. બાબા બરફાનીના દર્શન માટે પહેલો જથ્થો રવાના થયો છે. લેફટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જમ્મુથી બાલતાલ અને પહેલગામ માટે કડક સુરક્ષા હેઠળ અમરનાથ યાત્રા યાત્રાળુઓના પહેલા જથ્થાને લીલી ઝંડી આપી હતી. આ સાથે ૫૭ દિવસની અમરનાથ યાત્રા ઔપચારિક રીતે શરૂ થઈ ગઈ છે.
દેશભરમાંથી શિવભક્તો, જમ્મુ, શ્રીનગર, બાલતાલ અને પહેલગામમાં શ્રી અમરનાથ યાત્રાના બેઝ કેમ્પમાં ઉમટી પડ્યા છે. આજે સવારે લગભગ ૪ વાગ્યે, લેફટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પ્રાર્થના કરી અને કડક સુરક્ષા હેઠળ જમ્મુથી બાલતાલ અને પહેલગામ માટે યાત્રાળુઓના પહેલા જથ્થાને રવાના કર્યો છે. આ બધા શ્રદ્ધાળુઓ શુક્રવારે સવારે પવિત્ર ગુફા માટે રવાના થશે. આ સાથે, આ વર્ષે બાબા બર્ફાનીની ૫૭ દિવસની યાત્રા શરૂ થશે.
ગઈકાલે તમામ બેઝ કેમ્પમાં ભક્તો નાચતા અને શિવ સ્તોત્રો ગાતા જોવા મળ્યા હતા. સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન, બાલતાલ અને પહેલગામમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ પહેલેથી જ આવી ગયા છે.
વહીવટીતંત્રે બુધવારે જમ્મુના ભગવતી નગરમાં યાત્રી નિવાસ બેઝ કેમ્પમાં બધી તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. ઉપરાજ્યપાલ મનોજ સિહા અને મુખ્ય સચિવ અટલ દુલ્લૂ, વરિષ્ઠ વહીવટી અને પોલીસ અધિકારીઓ સાથે, બેઝ કેમ્પની મુલાકાત લીધી અને સુરક્ષા, નોંધણી, આરોગ્યસંભાળ, લંગર, પીવાનું પાણી, સ્વચ્છતા, પરિવહન અને અન્ય વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યુંં હતું.
આ દરમિયાન ભક્તો સાથે વાતચીત કરી અને વ્યવસ્થાઓ વિશે પૂછપરછ કરી. આ દરમિયાન, સમગ્ર સંકુલ ચલો બુલાવા આયા હૈ, બાબા બર્ફાની ને બુલાયા હૈ, હર હર મહાદેવ અને બમ બમ ભોલે ના નારાઓથી ગુંજી ઉઠ્યું. યાત્રા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ હતો. મોડી સાંજ સુધીમાં, ૭,૦૦૦ થી વધુ યાત્રાળુઓ બેઝ કેમ્પમાં પ્રવેશ કરી ચૂક્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial