Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ઠેબા ગામના યુવાન મિત્રને મળવા જવાનું કહી લાપત્તા

પત્નીએ પોલીસને જાણ કરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગરના ઠેબા ગામના યુવાન પોતાના ઘરેથી મંગળવારે સવારે પોતાના મિત્રને મળવા માટે જવાનું કહીને નીકળ્યા પછી લાપત્તા બની જતાં તેમના પત્નીએ પોલીસને જાણ કરી છે.

જામનગર નજીકના ઠેબા ગામમાં રામાપીરના મંદિર પાસે વસવાટ કરતા પરેશભાઈ હમીરભાઈ મકવાણા (ઉ.વ.૩૭) નામના યુવાન ગયા મંગળવારે સવારે સાડા નવેક વાગ્યે પોતાના ઘરેથી કુદરત કોમ્પલેક્ષમાં મારા મિત્રને મળવા જઉં છું તેમ કહીને નીકળ્યા હતા.

ત્યારપછી ગઈકાલ સુધી પરેશભાઈ ઘેર પરત નહી ફરતા તેમના પત્ની નીતાબેને પોલીસને જાણ કરી છે. પોલીસે ગુમ થનાર યુવાનનું વર્ણન, ફોટો વગેરે મેળવી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh