Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિવિધ વિસ્તારોમાં ૧૦૦૧ વૃક્ષોના સંકલ્પ સાથે
જામનગર તા. ૨: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જામનગર શહેર અને જિલ્લા જીઆરડી (ગ્રામ રક્ષક દળ) અને એસઆરડી (સાગર રક્ષક દળ) ની ટીમ દ્વારા મેગા વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતુંં. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના નિર્માણના ઉદ્દેશ સાથે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં એક હજાર એક (૧૦૦૧) થી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.
જામનગર જિલ્લાના એસ.પી. ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ એસઆરડી પી.એસ.આઈ. એમ.બી. ઝાલાના પ્રયાસોથી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. "વૃક્ષ એ જીવન છે" ના સંદેશ સાથે એસઆરડી અને જીઆરડીના જવાનો અને સભ્યોએ ઉત્સાહભેર વૃક્ષારોપણ કરી પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી.
આ અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામંં અલગ-અલગ પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા જીઆરડી અને એસઆરડી સભ્યો દ્વારા વિવિધ જાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણનું જતન, વૃક્ષોના મહત્ત્વ અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતાં.
પીએસઆઈ એમ.બી. ઝાલાએ જણાવ્યું હતું કે, વધતા પ્રદુષણ અને ઘટતા હરિયાળા આવરણ વચ્ચે દરેક નાગરિકે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવું જરૂરી છે. વૃક્ષો માત્ર ઓક્સિજન જ નથી આપતા પરંતુ પર્યાવરણનું સંતુલન જાળવવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હરિયાળા જામનગર માટે સૌને જોડાવા અપીલ કરવામાં આવી છે.
આ પ્રસંગે જીઆરઈડી અને એસઆરડી ટીમ દ્વારા નાગરિકો વૃક્ષારોપણ કરી તેનું સંવર્ધન કરવાની અપીલ કરવામાં આવી હતી. જિલ્લાના વિવિધ તાલુકાઓ અને ગામોમાં આગામી દિવસોમાં પણ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાશે તેવી માહિતી આપવામાં આવી હતી.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીને માત્ર એક દિવસ પૂરીત સિમીત ન રાખી તેને જનઆંદોલનનું સ્વરૂપ આપવા માટે સમગ્ર ટીમ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ અભિયાન દ્વારા જામનગર જિલ્લાને વધુ હરિયાળી, સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી બનાવવા તરફ મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial