Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યોગથી રોગ પ્રતિકારક શકિત વધે-ટેન્શન ઘટેઃ વકતાઓ
જામનગર તા. ૨: જી. જી. હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં ડોકટરો, નર્સિંગ સ્ટાફ અને કર્મચારીઓએ યોગાભ્યાસ કરી સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપ્યો હતો.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જામનગરની જી.જી. હોસ્પિટલમાં વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હોસ્પિટલના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ તેમજ અન્ય કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગાભ્યાસ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન પ્રશિક્ષિત યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરવામાં આવી હતી. ઉપસ્થિતોને યોગના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય પર થતા સકારાત્મક પ્રભાવ અંગે માહિતી આપવામાં આવી હતી. યોગ દ્વારા તણાવમુક્ત જીવન, રોગપ્રતિકારક શક્તિમાં વધારો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના મહત્ત્વ અંગે પણ વકતાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે હોસ્પિટલના અધિકારીઓએ સૌને નિયમિત યોગ કરવા અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી દ્વારા જી.જી. હોસ્પિટલ પરિવાર દ્વારા એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગના સંદેશને સાર્થક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial