Advertisement
Author: નોબત સમાચાર

પેટમાં દુખાવો ઉપડ્યા પછી પોલીસ કર્મચારી મહિલાનું સારવારમાં મૃત્યુ

આંતરડામાં ઓપરેશન પછી ઈન્ફેક્શન થયાનું તારણઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: લાલપુરના મુળીલા ગામના એક મહિલાને પેટમાં દુખાવો ઉપડતા ખાનગી દવાખાને અને તે પછી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. તેઓને આંતરડાના ઓપરેશન પછી ઈન્ફેક્શન થયાનું તેમના પતિએ પોલીસને જણાવ્યું છે. આ મહિલા પોલીસકર્મી હોવાનું બહાર આવ્યું છે.

લાલપુર તાલુકાના મુળીલા ગામમાં રહેતા મૂળ ખંભાળિયા તાલુકાના સિંહણ ગામના વતની અને પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા જશુબેન ચંદુભાઈ વસરા (ઉ.વ.૩૫) નામના મહિલાને ત્રણેક વર્ષ પહેલાં ટીબીની અસર થઈ જતાં તેઓને સારવાર અપાવવામાં આવી હતી. તે પછી મંગળવારે જશુબેનને પેટમાં દુખાવો ઉપડતા જામનગરમાં ખાનગી દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા.

ત્યાંથી વધુ સારવાર માટે આ મહિલાને જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાવાયા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યાનું પતિ ચંદુભાઈ ભીમાભાઈ વસરાએ પોલીસમાં જાહેર કર્યું છે. તેઓના જણાવ્યા મુજબ જશુબેનના આંતરડાનું થોડા વખત પહેલાં ઓપરેશન કરાવ્યું હતું. તે પછી ઈન્ફેક્શન થવાના કારણે તેઓનું મૃત્યુ નિપજ્યું છે. લાલપુર પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh