Advertisement
Author: નોબત સમાચાર

જામસલાયામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયોઃ એક શખ્સની ધરપકડ

રૂ।.૬૫,૪૪૦નો મુદ્દામાલ કબજેઃ

                                                                                                                                                                                                      

સલાયા તા. ૨: સલાયામાં પાંચ દિવસ પહેલાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી એક શખ્સને રૂ।.૬પ,૪૪૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે.

સલાયામાં આવેલા ડીવીનગરમાં મહોર્રમ પર્વ દરમિયાન બે મકાનમાં તાળા તોડી રોકડ તથા દાગીનાની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. પાંચેક દિવસથી પોલીસ આ ચોરીનો ભેદ ઉકેલવા દોડધામ કરતી હતી. તે દરમિયાન સલાયાનો જ રસીદ સુલેમાન ચમડીયા નામનો શખ્સ ઝડપાઈ ગયો છે. તેની પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ સહિત રૂ।.૬૫,૪૪૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.

આ શખ્સ ઉપરોક્ત ચોરીમાં સંડોવાયા પછી ચોરીનો માલ સગેવગે કરવાની તજવીજમાં છે તેવી બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી રસીદ સુલેમાનને દબોચી લીધો છે. તેણે ચોરીમાં વાપરેલા લોખંડના સળીયા, કોશ, ડ્રીલ, ડીસમીસ, એરગન, ચાકુ પણ કાઢી આપ્યા છે.

આ શખ્સે જે તે મકાનમાં પ્રવેશ કર્યા પછી કબાટનો દરવાજો ખેંચી તિજોરી ખોલી નાખી ચોરી કરવાની આદત હોવાનું કબૂલ્યું છે. પીઆઈ જે.એન. ચાવડા તથા સ્ટાફ દ્વારા આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh