Advertisement
Author: નોબત સમાચાર

વીજચોરી પકડવા દોડાવી ટીમોઃ એક જ દિવસમાં ફટકારાયો રૂ।. ૩૩.૭૦ લાખનો દંડ

'માથાભારે' ગણાતા વિસ્તારોમાં ઈન્ચાર્જ ડે. ઈજનેરે

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. રઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિસ્તારમાં પી.જી.વી.સી.એલ.ના એમ.ડી. કેતન જોષી, સુપ્રિ. ઈજનેર હસીત વ્યાસ તથા કાર્ય. ઈજનેર કેસુર કરમુરના માર્ગદર્શનમાં ખંભાળિયા ગ્રામ્યના ઈન્ચાર્જ ડેપ્યુટી ઈજનેર સંદીપ રામજીભાઈ નકુમ દ્વારા એક જ દિવસમાં એકસાથે ઢગલાબંધ ટીમોને સલાયા, વાડીનાર જેવા માથાભારે ગણાતા વિસ્તારોમાં વીજ ચેકીંગ માટે મોકલીને કુલ ૪૩ વીજ જોડાણોમાં વીજચોરી પકડીને ૩૩.૭૦ લાખનો વીજચોરીનો દંડ વસૂલવા વીજ બીલો અપાતા ગ્રામ્ય પી.જી.વી.સી.એલ.માં સોંપો પડી ગયો હતો.

ડાયરેક્ટ વીજ મીટરમાં છેડા મારીને વીજચોરી કરતા તત્ત્વો સામે કડક કાર્યવાહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આી હતી તથા ખંભાળિયા ગ્રામ્યમાં તો ડેપ્યુટી ઈજનેર રજા પર હોય, જુનિયર ઈજનેર સંદીપ નકુમ દ્વારા ચાર્જમાં હોવા છતાં હિંમતપૂર્વક સ્ટાફ સાથે કામગીરી કરીને એક જ દિવસમાં ૪૩ વીજચોરીના કેસો પકડીને સપાટો બોલાવતા આ યુવાન સતવારા અધિકારીની કડક કાર્યવાહી પ્રશંસાપાત્ર બની છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh