Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાની એડવાન્સ વેરા વળતર યોજનામાં રૂપિયા ૪૧ કરોડ ૩૦ લાખની આવક મળી

બે માસ ચાલેલી વળતર યોજના પૂર્ણ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગર જામનગર મહાનગરપાલિકાની વેરા વળતર યોજના પૂર્ણ થવા પામી છે. બે માસ સુધી ચાલુ રહેલી આ યોજનામાં મહાનગર પાલિકાને ૪૧ કરોડ ૩૦ લાખ ની આવક થવા પામી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા તારીખ ૧લી મેથી ૩૦ જૂન ૨૦૨૬ સુધી મિલકત વેરા અને પાણી વેરા માટે વળતર યોજના ચલાવવામાં આવી હતી. જેમાં ૧૦ થી ૨૫ ટકા સુધી નું વળતર આપવામાં આવ્યું હતું. આ યોજનામાં ૫૪૫૯૫ મિલકત ધારકોએ લાભ મેળવીને રૂ.૪૧ કરોડ ૩૦ લાખની રકમ ભરપાઈ કરી હતી. અને રૂપિયા ૩.૬૦ કરોડનું વળતર તથા વોટર ચાર્જ ૨૩૭૬૫ મિલકત  ધારકો એ લાભ લીધો હતો  અને રૂપિયા પાંચ કરોડ ચાર લાખની રકમ ભરપાઈ કરી રૂપિયા ૦.૬૧ કરોડનું વળતર મેળવ્યું હતું.

આમ મિલકત વેરા અને વોટર ચાર્જિસના મળીને મહાનગર પાલિકાની કુલ રૂ.૪૬.૩૪ કરોડની આવક મળી છે. હવે બાકી રહેતા મિલકત ધારકો પાસેથી વસૂલાત ફરી હાથ ધરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh