Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.પ હજારનું જાહેર થયું હતું ઈનામઃ
જામનગર તા. ૨: જામનગરના સિક્કા પાટીયા પાસે એક પેટ્રોલપંપમાં લૂંટ તથા ધાડ પાડવાના ગુન્હામાં ર૭ વર્ષથી નાસતા ફરતા આરોપીને દ્વારકા એસઓજીએ પકડી પાડ્યો છે.
જામનગરના સિક્કા પાટીયા પાસે આવેલા નાગાર્જન પેટ્રોલપંપમાં થયેલી લૂંટ તથા ધાડના એક ગુન્હામાં સંડોવાયા પછી છેલ્લા ર૭ વર્ષથી નાસતા ફરતા મૂળ મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના વસનાભાઈ ભુરાભાઈ બીલવાલ નામના શખ્સને દેવભૂમિ દ્વારકા એસઓજીએ પકડી પાડ્યો છે. આ આરોપી સામે જે તે વખતે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો અને તેની સામે રૂ।.પ હજારનું ઈનામ પણ જાહેર કરાયું હતું. આ આરોપીને દ્વારકા એસઓજીએ ખંભાળિયામાં એસટી ડેપો બહારથી પકડી લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial