Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માથામાં બોથડ પદાર્થ તથા શરીર પર તિક્ષણ હથિયારના ઘાના નિશાનઃ આરોપીઓ હાથવેંતમાં:
ખંભાળિયા તા. ૨: ખંભાળિયા નજીકના વિરમદળ ગામમાં ગઈકાલે ખંભાળિયાના મુસ્લીમ અગ્રણી અને સોનાના દાગીના પહેરવાના શોખીન એવા આર્થિક સમૃદ્ધ યુવાનની હત્યા થઈ ગઈ છે. આ બનાવની જાણ થતાં પોલીસ ટીમ દોડી ગઈ હતી. દાગીનાની લૂંટના આશયથી હત્યા થઈ હોવાની શંકા સેવી પોલીસે તે દિશામાં પણ તપાસ આદરી છે. ત્રણેક શખ્સની પૂછપરછ કરાઈ રહી છે. ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલાઈ જાય તેવી શક્યતા જોવાઈ રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના હજામપાડા વિસ્તારમાં રહેતા મુસ્લિમ આગેવાન તથા બકાલાના જથ્થાબંધ વેપારી તેમજ સોનાના દાગીના પહેરવાના શોખીન ગણાતા આરીફભાઈ ઓસમાણભાઈ લાખા (ઉ.વ.પ૪)ની તિક્ષણ હથિયારના ઘા તથા બોથડ પદાર્થ ઝીંકી હત્યા કરી નાખવાના બનાવે ચકચા જગાવી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત પ્રમાણે ખંભાળિયાના વિરમદળ ગામની સીમમાં ખેતર ધરાવતા આરીફભાઈ ત્યાં ગયા ત્યારે કોઈએ તેઓના પર હુમલો કરી હત્યા કરી નાખ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બનાવની જાણ થતાં ખંભાળિયાના ડીવાયએસપી મીત રૂદલાલ, પીઆઈ સી.આર. રાણા તથા સ્ટાફ ત્યાં દોડી ગયા હતા. મૃતદેહને પી.એમ. માટે ખંભાળિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ખંભાળિયા શહેરની નજીક આવેલા વિરમદળમાં હત્યાનો બનાવ બન્યાની વિગતો આપવામાં આવતા એસપી જયરાજસિંહ વાળા પણ દોડી ગયા હતા. સામાન્ય રીતે રૂ।.૧૫થી ૨૦ લાખના દાગીના પહેરીને ફરતા આ યુવાનની હત્યા લૂંટના ઈરાદે કરાઈ હોવાનું અનુમાન કરાયું છે.
ઉપરોક્ત બાબતે મોડીરાત્રે ડીવાયએસપી મીત રૂદલાલે પત્રકારોને જણાવ્યંુ હતું કે, સોનાના દાગીનાની લૂંટના ઈરાદે હત્યા કરાયાનું અનુમાન કરી પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.
આર્થિક રીતે સમૃદ્ધ એવા આરીફભાઈ મોટું મિત્રવર્તુળ ધરાવતા હતા. તેઓને વર્ષાેથી જાડી તથા મોટી સોનાની ચેઈન, વીટી, લક્કી વગેરે પહેરવાનો શોખ હતો. તેમના મૃતદેહ પરથી દાગીના મળી આવ્યા નથી જેના પગલે પોલીસની શંકા વધુ દૃઢ બની છે.
તાત્કાલિક શરૂ કરવામાં આવેલી તપાસમાં આ વિસ્તારના રહેવાસીઓ, લારી-ગલ્લાવાળાની પૂછપરછ કરવા ઉપરાંત પોલીસે મૃતકના મોબાઈલ પર આવેલા છેલ્લા કોલ વિશે પણ તપાસ આદરી છે. જેમાં ત્રણેક શકમંદના સગડ મળતા તેઓની અટકાયત કરાયાનું અને પૂછપરછ કરાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મોડીરાત્રે મૃતદેહને પેનલ પી.એમ. માટે જામનગર ખસેડવામાં આવ્યો છે. જ્યાં મૃતકના સગા-સંબંધી તથા મિત્રો ઉમટી પડ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial