Advertisement
Author: નોબત સમાચાર

ગલુડીયુ લઈ જવાની બાબતે જોડીયાના પીઠડમાં ત્રણ મહિલા પર છ દ્વારા હલ્લો

ઢીકાપાટુ, ફડાકા, પાઈપથી મહિલાઓને ઠપકાર્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જોડીયાના પીઠડ ગામમાં એક બાળક અન્યના ખેતરમાંથી ગલુડીયું લઈ આવ્યો હોવાનો ખાર રાખી છએક મહિના પહેલાં ધસી આવેલા છ શખ્સે ત્રણ મહિલા પર ઢીકાપાટુ, ફડાકા તથા પાઈપથી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહેતા સલમાબેન ફૈઝાન જુમાણી નામના મહિલાનો ભત્રીજો રેહાન ગઈ તા.ર૬ નવેમ્બરની બપોરે રસીકભાઈ રામભાઈ સોઢીયા નામના વ્યક્તિના ખેતરેથી ગલુડીયું લઈ આવ્યો હતો. તે બાબતનો ખાર રાખી રસીકભાઈ તેમજ અશોક રામભાઈ, ચેતન રામભાઈ, અંકિત બાબુભાઈ, અર્જુન રસીકભાઈ, જયદીપ અશોકભાઈ સોઢીયા નામના છ વ્યક્તિ ધસી આવ્યા હતા.

આ વ્યક્તિઓએ સલમાબેનના ઘેર જઈ ગાળાગાળી કરવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને રસીકભાઈએ લાત ઝીંકી હતી, ચેતનભાઈએ પાઈપ ફટકાર્યાે હતો, સલમાબેનના માતા રોશનબેનને પણ રસીકભાઈએ ફડાકો ઝીંકી દીધો હતો. વચ્ચે પડનાર શહેનાઝબેનને પણ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. આ ફરિયાદ ગઈકાલે જોડીયા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh