Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના કાલાવડ-જામજોધપુરમાં વરસાદના જોરદાર ઝાપટાં વરસ્યા : જોડિયામાં પોણો ઈંચ વરસાદ

ગઈકાલે ઢળતી બપોરે મેઘરાજાનું આગમનઃ કાલાવડના ટોડા પાસે ડાયવર્ઝન તૂટ્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ જામનાગર જિલ્લાના જામજોધપુર અને કાલાવડ પંથકમાં ગઈકાલે મેઘરાજાનું આગમન થયું હતું, તો આજે જોડિયામાં વરસાદના વાવડ છે. કાલાવડ પંથકમાં એક ડાયવર્ઝન તૂટી જતા વાહન વ્યવહાર થંભી જવા પામ્યો હતો, તો મેઘરાજાનું આગમન થતા લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે, જ્યારે અહિંના લોકોને ગરમીમાં પણ થોડી રાહત અનુભવાઈ હતી. આજે પણ મેઘાવી માહોલ જોવા મળ્યો છે.

જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં ગઈકાલે બપોરે મેઘરાજાનું આગમન થયું હતું. જામજોધપુર તાલુકાના બુટાવદર, ભોજાબેડી, શેઠવડાળા, બગધરા સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, તો અમુક ગામમાં ઝાપટાં જ વરસ્યા હતાં ત્યાં નોંધનીય વરસાદ થયો નહતો.

આ ઉપરાંત કાલાવડ પંથકમાં પણ અચાનક વાતાવરણ પલટાયું હતું અને વરસાદ શરૂ થયો હતો, જેમાં નિકાવામાં ૧ મી.મી., ખરેડીમાં પાંચ મી.મી., મોટા વડાળામાં ૩ મી.મી., નવાગામમાં ર૦ મી.મી., મોટા પાંચ દેવડામાં ૧૦ મી.મી., સમાણામાં ર૩ મી.મી. અને વાંસજાળિયામાં બે મી.મી. વરસાદ નોંધાયો છે.

કાલાવડના અમુક તાલુકામાં સારો વરસાદ થયો હતો અને રીતસર પુર માફક પાણી વહેતા થતા ટોડા પાસેનો ડાયવર્ઝન તૂટી ગયો હતો, પરિણામે વાહનવ્યવહાર બંધ થઈ જવા પામ્યો હતો. આમ કાલાવડ પંથકના અમુક ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે.

આજે સવારે જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં ૧૯ મી.મી. એટલે કે પોણો ઈંચ વરસાદ વરસ્યો છે. આજે પણ જામનગર પંથકમાં મેઘાવી માહોલ જળવાયો છે, અને બપોર સુધીમાં વરસાદ થશે તેવા એંધાણો જોવા મળ્યા છે.

લાલપુરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

લાલપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયથી ગરમી અને ઉકળાટથી પરેશાન લોકોને વરસાદથી રાહત મળી હતી. વરસાદ શરૂ થતા શહેરના માર્ગો ભીના બન્યા હતાં અને વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી. ખેતી માટે વરસાદ લાભદાયી બનવાની આશા સાથે ખેડૂતો આગામી વાવણીની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે. હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh