Advertisement
Author: નોબત સમાચાર

ભાટિયાની પીઆરએસ હાઈસ્કૂલમાં ઉજવાયો શાળા પ્રવેશોત્સવ

                                                                                                                                                                                                      

ભાટિયા તા. રઃ ભાટિયાની પીઆરએસ હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યછક્રમમાં રાજ્ય સરકારના પ્રતિનિધિ સચિવ ઠાકોર અને જિલ્લા પ્રતિનિધિ મામલતદાર સુવા તેમજ સીઆરસી, બીઆરસી સ્ટાફ, કેળવણી નિરીક્ષક અને પ્રાથમિક શાળાના આચાર્યો તેમજ શૈક્ષણિક સ્ટાફ હાજર રહ્યા હતાં. અતિથિવિશેષ તરીકે આ વિસ્તારના કેળવણીકાર અને સામાજિક કાર્યકર વકીલ ડી.એલ. પરમાર તેમજ ભાટિયા ગામના સરપંચ માતંગ, પીઆરએસ હાઈસ્કૂલના આચાર્ય પંડ્યા તેમજ સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો. આરએસપીએલ કંપનીના પ્રતિનિધિઓ, આંગણવાડીની બહેનો તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનો કાર્યક્રમમાં જોડાયા હતાં. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh