Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાઈક રેલી જામનગર આવી પહોંચ્યા પછી ડીકેવી કોલેજમાં સેમિનારઃ
જામનગરમાં નો ડ્રગ્સ કમ્પેઈન-રાઈડ ફોર યુદ્ધ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ લાવવા અભિયાન અંતર્ગત ગઈકાલે એનજીઓ વગેરેના સહયોગથી ૩ર સભ્યોની ટીમે બાઈક રેલી યોજી હતી. જામનગર ઉપરાંત સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, દ્વારકા, પોરબંદર, સોમનાથ, સાસણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ શહેરમાં ૨૫૦થી વધુ શાળા-કોલેજ, યુનિવર્સિટીમાં પહોંચી આ રેલી વિદ્યાર્થીઓને ડ્રગ્સના જોખમ વિશે માહિતી આપી રહી છે. જામનગરમાં ગઈકાલે ડીકેવી કોલેજમાં યોજાયેલા કાર્યક્રમમાં ડીવાયએસપી જે.એન. ઝાલા, એસઓજી પીઆઈ વી.બી. ચૌધરી તથા ટીમે આ વિષય પર સંવાદ યોજ્યો હતો. જેમાં વિવિધ શાળાઓ, કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લઈ ડ્રગ્સથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial