Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા રજીસ્ટ્રારશ્રી એ.એમ. સીદપરાના પ્રમુખ સ્થાને કાર્યક્રમઃ
જામનગર તા. ૨: શ્રી કોમર્શિયલ કો-ઓપરેટીવ બેન્કના કર્મચારીઓની શરાફી અને ગ્રાહક સહકારી મંડળી લી., જામનગરને ૫૦ વર્ષ પૂર્ણ થતા તા.૨૯ને શુક્રવારના મંડળીની સુવર્ણ જયંતીની ઉજવણી જિલ્લા રજીસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ-જામનગર એ.એમ.સીદપરાના પ્રમુખસ્થાને યોજાયેલ. આ પ્રસંગે પ્રમુખસ્થાનેથી જિલ્લા રજીસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ-જામનગરના શ્રી એ.એમ. સીદપરાએ મંડળીને ૫૦ વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન આપતા જણાવેલ કે, જિલ્લામાં જુદા જુદા પ્રકારની ૯૬૩ જેટલી સહકારી મંડળીઓ જેમાં સેવા સહકારી, દૂધ ઉત્પાદક મંડળીઓ, હાઉસીંગ મંડળીઓ, પિયત મંડળીઓ, શરાફી મંડળીઓ વિગેરે તેના સભાસદોને વિવિધ પ્રકારે સેવા પૂરી પાડી સભાસદોના આર્થિક વિકાસ માટે કાર્યરત છે. વધુમાં તેઓશ્રીએ સહકાર મંત્રાલય દ્વારા સહકારી ક્ષેત્રે કરવામાં આવેલ સુધારાઓ અને નવી યોજનાઓ વિશે માહિતી આપી હતી.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત જામનગર જિલ્લા સહકારી સંઘના ચેરમેન જયંતભાઈ સી.વિરાણીએ જિલ્લા સહકારી સંઘની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી જણાવેલ કે, આજે ૮૦૯૪૦ જેટલી સહકારી સંસ્થાઓ અને તેની સાથે જોડાયેલ એક કરોડ અડસઠ લાખ જેટલા સભાસદો સાથે ગુજરાતની સહકારી પ્રવૃત્તિ દેશમાં અગ્રેસર છે. જેમાં ૬૫૬૫ જેટલી શરાફી સહકારી મંડળીઓ શહેરો અને નગરોમાં તેના સભાસદોને જરૂરિયાતના સમયે સરળતાથી અને ખૂબ વ્યાજબી વ્યાજ દરે નાણાની જરૂરિયાત પૂરી પાડી, મીની બેન્કો સમાન કામ કરી અર્થ વ્યવસ્થામાં મહત્ત્વનો ભાગ ભજવી રહી છે. વધુમાં તેઓશ્રીએ બેન્કના કર્મચારીઓને સંબોધીને જણાવેલ કે કર્મચારીઓ એ સંસ્થાના હાથ પગ સમાન છે. જો કર્મચારી તાલીમી હશે અને નિષ્ઠા તેમજ પ્રમાણિકતાથી કામ કરશે તો જ સંસ્થાનો વિકાસ શકય બને. અંતમાં તેઓશ્રીએ સંસ્થાએ ૫૦ વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન આપી, સંસ્થા હજુ વધુને વધુ વિકાસ કરે તેવી શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત પૂર્વ સહકાર વિભાગના ઓડીટર તેમજ ઘી કોમર્શિયલ કો-ઓપરેટીવ બેન્કના પૂર્વ સી.ઈ.ઓ. જયુભા જાડેજાએ ઉપસ્થિત સભાસદોને પોત્સાહન પૂરૂ પાડી તેઓના કાર્યકાળ દરમ્યાનના સંસ્મરણો વાગોળતા જણાવેલ કે, શહેરી વિસ્તારમાં ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીઓ તેના સભાસદો તથા આમ જનતા માટે, કારીગરો, પગારદાર કર્મચારીઓ, નાના ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો વગેરેના સામાજિક ઉત્થાનમાં આશીર્વાદરૂપ સાબિત થયેલ છે.
આ સુવર્ણ જયંતી પ્રસંગે મંડળીના ચેરમેન વિમલભાઈ દવેએ મંડળીના ઉત્તરોત્તર વિકાસની માહિતી આપેલ તેમજ મંડળીના મંત્રી પંકજભાઈ રાવલે આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં મંડળીના સભાસદો સહ પરિવાર હાજર રહી ઉજવણી કરેલ તેમજ આ પ્રસંગે યોજવામાં આવેલ ભોજન સમારંભમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ૨જીસ્ટ્રાર કચેરીના અધિાકરીઓ અને જિલ્લા સહકારી સંઘના એકઝીકયુટીવ ઓફિસર પ્રજ્ઞેશભાઈ નાકરાણી તેમજ મંડળીના પર્વ સભાસદો પણ ઉપસિથત રહેલ, અ કાર્યક્રમને સફળ બનાવવા મંડળીના સભાસદો પી.જી.મણીયાર, પંકજભાઈ દવે, કુ.નિરાલીબેન ભટ્ટ વિગેરેએ મહત્ત્વનો ફાળો આપ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરીમલભાઈ વસંતે કર્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial