Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જતા પદયાત્રીના થેલા તથા રોકડની ચોરી કરનાર ત્રિપૂટી ઝડપાઈ

રૂ।.૫૬૦૫૦ રોકડા, બાઈક કબજેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: દ્વારકા જતા એક પદયાત્રીના થેલા તથા રોકડની ચોરી કરનાર બે શખ્સ તથા કાયદાથી સંઘર્ષિત એક કિશોરની પોલીસે ધરપકડ કરી છે.

જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર આવેલા સિક્કા પાટીયા નજીકના બેડ ગામના ટોલનાકા નજીક એક મંદિર પાસે થોડા દિવસ પહેલા રાજસ્થાનના સકારામજી મંગનાજી ચૌહાણ નામના એક સંન્યાસી વિરામ કરવા માટે ત્રણ પૈંડાવાળી સાયકલ સાથે રોકાયા હતા.

બે હાથ તથા પગના ગોઠણની મદદથી દ્વારકા દર્શનાર્થે જઈ રહેલા આ વૃદ્ધના રાત્રિ વિરામ દરમિયાન તેમની સાયકલમાંથી કપડાનો થેલો તથા ભેટ-સોગાદમાં મળેલી રૂ।.૫૦થી ૬૦ હજારની ચોરી થઈ ગઈ હતી.

પોલીસમાં તેની ફરિયાદ થયા પછી શરૂ કરાયેલી તપાસમાં દિગ્જામ સર્કલ નજીક બાવરીવાસમાં રહેતા ઉદલ કનૈયાલાલ પરમાર તથા સાધના કોલોની નજીક મારવાડી ઢાળીયા પાસે રહેતા ભરત માલાભાઈ રાઠોડ અને કાયદાથી સંઘર્ષિત કિશોરની અટકાયત કરાઈ છે. આ શખ્સોએ ચોરીની કબૂલાત કરી રૂ।.૫૬૦૫૦ રોકડા તથા એક બાઈક કાઢી આપ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh