Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાના શાહુકારોના ઓડિટ અંગે સૂચના

ખંભાળીયા તા. ૧૪ઃ શાહુકારોના મહાનિબંધક અને રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ ગુજરાત રાજ્યની યાદીમાં જણાવાયા મુજબ ગુજરાત નાણાની ધીરધાર કરનારાઓના અધિનિયમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાર્ષિક રૂ. પ૦ લાખ સુધીના વ્યવહાર કરનારા શાહુકારોના હિસાબોનું ઓડીટ સહકાર પોતાના ઓડીટ મારફત રજીસ્ટ્રાર ઓફ મની લેન્ડર્સ અને જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ, દેવભૂમિ દ્વારકાની કચેરીએથી ફાળવણી થયા મુજબ કરાવવાનું રહેશે. જ્યારે વાર્ષિક રૂ. પ૦ લાખથી વધુના સ્વવહાર કરનારા શાહુકારોના હિસાબોનું ઓડીટ ધી ચાર્ટડ એકાઉન્ટન્ટ એકટ હેઠળ જાહેર થયેલ ચાટર્ડ એકાઉન્ટન્ટ પાસે કરાવી લેવાનું રહેશે.

જે તે નાણાકીય વર્ષમાં ઓડીટ પૂર્ણ કરાવી તેના ઓડીટ અહેવાલોની જાણ રજીસ્ટ્રાર ઓફ મની લેન્ડર્સ અને જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, દેવભૂમિ દ્વારકાની કચેરીને નિયત સમય મર્યાદામાં કરવાની રહેશે તેમ કચેરીની યાદીમાં જણાવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh