Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દંપતીને લમધારી મારી નાખવાની અપાઈ ધમકીઃ
જામનગર તા. ૧૪ઃ જામનગરના ગોકુલનગરમાં રહેતા એક યુવાન પોતાના પત્ની પર શક કરતા ભાઈ, ભાભીને સમજાવવા માટે ગઈકાલે તેમના ઘેર ગયા હતા. આ વેળાએ ઉશ્કેરાયેલા દંપતી અને એક મહિલાએ તવી તથા નળી વડે હુમલો કરી આ યુવાન તથા તેના પત્નીને માર માર્યાે હતો. યુવાને પોતાના સગા ભાઈ સહિતના સામે ફરિયાદ કરી છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી સાયોના શેરીમાં રહેતા નરેશભાઈ રમેશભાઈ મકવાણા નામના યુવાનને ગઈકાલે બપોરે તેના સગા ભાઈ સુનિલ રમેશભાઈ તથા તેના પત્ની મનિષાબેન અને બુધિબેન કેશુભાઈ મકવાણાએ માર માર્યાે હતો.
નરેશભાઈના પત્ની કામ કરવા જાય છે, તેઓને અન્ય વ્યક્તિઓ સાથે સંબંધ છે તેવી શંકા સુનિલ વગેરે કરતા હોવાથી ગઈકાલે સુનિલના ઘેર જઈ નરેશભાઈએ સમજાવવાનો પ્રયત્ન કર્યાે હતો. આ વેળાએ ઉશ્કેરાયેલા સુનિલ, મનિષાબેન તથા બુધિબેનને ગાળો ભાંડી ઢીકાપાટુથી માર મારવા ઉપરાંત લોખંડની તવી અને પ્લાસ્ટિકની નળી ફટકારી હતી. આ વેળાએ પતિને છોડાવવા કાજલબેન વચ્ચે પડતા તેમને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. પોલીસે ઉપરોક્ત ફરિયાદ પરથી આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial