Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયાના જિલ્લા સેવા સદનમાં કલેક્ટરની અધ્યક્ષતામાં
ખંભાળિયા તા. ૧૪ઃ ખંભાળિયામાં જિલ્લા સેવા સદનમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર અશોક શર્માના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જનહિતના વિકાસ કામોને અગ્રતા આપી નિયત સમયમાં કામો પૂર્ણ કરવા તથા લોકોના પ્રશ્નોનું સમયમર્યાદામાં નિવારણ લાવવા અંગે આ બેઠકમાં સૂચનો કરવામાં આવ્યા હતાં.
બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ વિભાગોના અમલિકરણ અધિકારીઓને રજૂ કરવામાં આવેલા પ્રશ્નોના પરસ્પર સંકલન અને વ્યવહારૂ અભિગમ અપનાવી લોકોના પ્રશ્નોને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા કેટલાક રચનાત્મક સૂચનો પણ કરાયા હતાં. બેઠકમાં જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોની સમીક્ષા કર્યા પછી સંકલન સહફરિયાદ સમિતિના વિવિધ પ્રશ્નોનું નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણિયા દ્વારા વાચન કરવામાં આવ્યું હતું. કામગીરી અંગે સમીક્ષા કરતા જિલ્લાના વિવિધ વિભાગ સાથે સંકલનમાં રહીને જિલ્લામાં વહીવટ સરળ, સુગમ અને ઝડપી બને તે માટે કેટલાક રચનાત્મક સૂચનો કરીને અધિકારીઓને માર્ગદર્શન પૂરૃં પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજા, ધારાસભ્ય હેમંત ખવા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, નાયબ પોલીસ અધિક્ષક પરમાર, ખંભાળિયા પ્રાંત અધિકારી કે.કે. કરમટા સહિત સંકલન સમિતિના તમામ અધિકારીઓ-પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial