Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વેલેન્ટાઈન ડે પર 'ગીફ્ટફૂલ' માહૌલ

તૌહફે બેશુમાર લાઇ હૈ, ઇશ્ક કી બહાર આઇ હૈ

આપણી ઋતુઓમાં વસંત ઋતુને પ્રેમનાં પ્રતિક રૂપ માનવામાં આવી છે. જ્યારે પાશ્વાત્ય સંસ્કૃતિમાં વેલેન્ટાઈન ડે ને પ્રેમનો ઉત્સવ માનવામાં આવ્યો છે. આ વર્ષે શુભ સંયોગથી વેલેન્ટાઈન ડે અને વસંત પંચમી એક સાથે આવતા પાશ્વાત્ય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ બંને અનુસાર એક જ દિવસે લવ ફેસ્ટીવલ ઉજવાય રહ્યો છે. પ્રેમનાં એકરાર માટેનું વણવખ્યું મુહૂર્ત એટલે વેલેન્ટાઇન - ડે. પ્રિયપાત્રને ભેટ આપી રેશમી લાગણીઓ પ્રદર્શિત કરવાનો અવસર વટાવી લેવા યુવક-યુવતીઓ વર્ષભર આ દિનની રાહ જોતા હોય છે. એકબીજાનાં બની ચૂકેલા સફળ પ્રેમીઓ પણ પ્રેમને વધુ પ્રબળ બનાવવા લવ ફેસ્ટીવલ ઉજવવા તત્પર હોય છે. જેને જામનગરમાં ગીફટ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. માર્કેટમાં ૫૦ રૂ. થી ૫૦૦૦ સુધીની શ્રેણીમાં વિવિધ ગીફ્ટ આઇટમ ઉપલબ્ધ છે. કપલ રીંગ, ડાન્સીંગ કપલ, હાર્ટ શેપ બ્રેસલેટ, ટેડીબેયર જેવી વગેરે આઇટમોમાં નવી વેરાયટી આવી છે ઉપરાંત લેખિતમાં પ્રેમ પ્રદર્શન કરવાની જૂની પદ્ધતિ આજે પણ પ્રચલિત હોય ગ્રીટીંગ્સ કાર્ડ પણ વેચાઇ રહ્યા છે. ગોલ્ડન રોઝ, ઇમ્પોર્ટેડ ચોકલેટ, બુકે, કપલ વોચ, ફોટો ફ્રેમ, કપલ કિચેઇન વગેરે પણ ડિમાન્ડમાં છે. નગરનું યંગીસ્તાન ભેટપૂર્વક વેલેન્ટાઈન ડે ઉજવવી રહ્યું છે. (તસ્વીર ઃ નિર્મલ કારીયા)

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh