Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓડિસામાં બીજેડીના સહયોગથી કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવ જીતી જશે તેવી અટકળોઃ
નવી દિલ્હી તા. ૧૪ઃ ભારતીય જનતા પક્ષે રાજ્યસભા માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં બે કેન્દ્રિય મંત્રીઓને જીતી શકે તેવા રાજ્યોમાંથી ટિકિટ અપાઈ છે.
રાજ્યસભાની ચૂંટણી માટે બીજેપીની વધુ એક ઉમેદવારની યાદી બહાર આવી છે. ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણી માટે તેના પાંચ ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું નામ પણ સામેલ છે.
ભાજપે બુધવારે કેન્દ્રિય મંત્રીઓ અશ્વિની વૈષ્ણવ અને એલ. મુરુગનને અનુક્રમે ઓડિશા અને મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. જો આ બન્ને ચૂંટાય છે તો આ રાજ્યોમાંથી બન્ને નેતાઓ માટે આ બીજી રાજ્યસભા ટર્મ હશે તે લગભગ નિશ્ચિત છે.
કેન્દ્રિય મંત્રી એલ. મુરુગન ઉપરાંત ભાજપે મધ્યપ્રદેશથી રાજ્યસભાની ચૂંટણી માટે વધુ ત્રણ નામોની જાહેરાત કરી છે. કેન્દ્રિય મંત્રીઓ ડો. એલ. મુરુગન, ઉમેશ નાથ મહારાજ, માયા નરોલિયા અને બંસીલાલ ગુર્જર મધ્યપ્રદેશમાંથી ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવશે.
હકીકતમાં રેલવે પ્રધાન વૈષ્ણવ રાજ્યના શાસક બીજુ જનતા દળના સમર્થનથી ચૂંટાય તેવી શક્યતા છે. જેમ કે ર૦૧૯ માં ભૂતપૂર્વ આઈએએસ અધિકારી વૈષ્ણવની તેમની પ્રથમ ટર્મ માટે ચૂંટણી દરમિયાન થયું હતું.
આ પહેલા રવિવારે (૧૧ ફેબ્રુઆરી) બીજેપીએ આગામી રાજ્યસભા ચૂંટણી માટે પ્રથમ યાદી બહાર પાડી હતી. આ યાદીમાં બિહાર, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. સુધાંશુ ત્રિવેદી અને આરપીએન સિંહને ઉત્તરપ્રદેશથી ટિકિટ આપવામાં આવી હતી. બીજેપી હરિયાણાના પૂર્વ અધ્યક્ષ સુભાષ બરાલાને હરિયાણાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ યાદીમાં ૧૪ ઉમેદવારોના નામ સામેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial