Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બોર્ડની પરીક્ષાનો ડર ભગાવવાના ઉદ્દેશ્યથી માડમ ટ્રસ્ટ દ્વારા ૧૮ મી વખત
જામનગર તા. ૧૪ઃ જામનગરના કોચિંગ ક્લાસ એસો. તથા સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમો. ટ્રસ્ટ દ્વારા સતત ૧૮ મી વખત યોજાયેલા મોડેલ ટેસ્ટમાં જામનગરના ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા પહેલા મોડેલ ટેસ્ટ આપી હતી. જામનગર કોચિંગ ક્લાસ એસોસિએશન દ્વારા ૧૮૦ સ્વયંસેવકો સાથે પાંચ પરીક્ષા કેન્દ્ર પર બોર્ડની જેમ આ પરીક્ષા લેવામાં આવી.
જામનગર કોચિંગ ક્લાસ એસો. અને સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમો. ટ્રસ્ટ (પ્રમુખ સાંસદ પૂનમબેન માડમ) ના સહયોગથી સતત ૧૮ મી વખત મોડેલ ટ્રસ્ટ લેવામાં આવી હતી. જેમાં જામનગરના ર,૯૧૪ જેટલા વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. શહેરની ચાર ખાનગી શાળા અને એક કોલેજ મળીને કુલ પાંચ પરીક્ષા કેન્દ્ર પર ૮૦ જેટલા પરીક્ષાખંડ પર ૧ર૦ નિરીક્ષકોના નિરીક્ષણ હેઠળ પરીક્ષાર્થીઓને બોર્ડની પરીક્ષા પહેલા મોડેલ ટેસ્ટ આપી પોતાના આત્મવિશ્વાસમાં વધારો કર્યો હતો.
ધો. ૧૦ અને ધો. ૧ર ની બોર્ડની પરીક્ષા માર્ચમાં લેવામાં આવે છે. જામનગર કોચિંગ ક્લાસ એસો.ના પ્રમુખ જતિન સોમૈયાએ જણાવ્યું કે, બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓના મનમાં કેટલીક મુંઝવણ કે ડર હોય તે દૂર કરવાના હેતુથી છેલ્લા ૧૭ વર્ષથી જામનગર કોચિંગ ક્લાસ એસો. બોર્ડની પરીક્ષા મોડેલ ટેસ્ટ લેવામાં આવે છે. જેમાં સ્વૈચ્છાએ વિદ્યાર્થીઓ જોડાયા છે.
બોર્ડની પરીક્ષા અંગે વિદ્યાર્થીઓના મનમાં રહેલા હાઉ અથવા મુંઝવણ દૂર કરીને તેના આત્મવિશ્વાસમાં વધારો કરવાના હેતુથી આ પ્રકારની મોડેલ ટેસ્ટ લેવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની જેમ પોતાની શાળા સિવાય અન્ય શાળામાં, અજાણ્યા નિરીક્ષક, અન્ય પરીક્ષાર્થીઓ સાથે પરીક્ષા આપે છે.
બોર્ડની પરીક્ષા પહેલા સંપૂર્ણ તૈયારી સારી રીતે કરી શકાય અને પરીક્ષા પછી ઉત્તરવહી પરત મેળવીને સ્વમૂલ્યાંકન વિદ્યાર્થીઓ કરી શકે છે. તે માટે આ પ્રકારની મોડેલ ટેસ્ટ દર વર્ષે છેલ્લા ૧૭ વર્ષથી લેવામાં આવે છે.
જામનગર કોચિંગ ક્લાસ એસો.ના ઉપપ્રમુખ દિનેશભાઈ જોષી અને વિમલ ફોફરિયાએ પરીક્ષા અંગે વિગતો આપી કે ધો. ૧૦ ના ગણિત (બેઝીક/ સ્ટાન્ડર્ડ) અને વિજ્ઞાનના બે વિષયની પરીક્ષા લેવામાં આવે છે અને ધો. ૧ર મા વાણિજ્ય વ્યવસ્થા (બી.ઓ) અને નામાના મુળતત્ત્વો (એકાઉન્ટ) બે વિષયની પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં લેવામાં આવે છે. જેનો સમય સવારે ૯ થી ૧ર-૧પ અને બપોરે ર થી પ-૧પ સુધી લેવાઈ હતી. બોર્ડની પરીક્ષાની જેમ રીસીપ્ટ પરીક્ષાર્થીઓને આપવામાં આવે છે. પરીક્ષામાં સમય, પેપરસ્ટાઈલ, બેઠક વ્યવસ્થા, ઉત્તરવહી, પુરવણી, સુપરવિઝન, પેપર ચેકીંગ સહિતની તમામ બાબતો બોર્ડની પરીક્ષાની જેમ હોય છે. જેથી બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનું વાતાવરણ અને અનુભવ મળે. પરીક્ષા પછી ચેક કરીને ઉત્તરવહી ફરી પરીક્ષાર્થીને આપવામાં આવે છે. જેથી સ્વમૂલ્યાંકન કરીને બોર્ડની પરીક્ષા સુધીમાં સંપૂર્ણ સારી તૈયારી કરીને સારૂ પરિણામ મેળવે.
મોડેલ ટેસ્ટના પ્રોજેક્ટ ચેરમેન નિમેષ ધ્રુવએ જણાવ્યું કે, મોડેલ ટેસ્ટ માટે અગાઉ ૭ જાન્યુઆરીથી ૧૬ જાન્યુઆરી સુધી નોંધણી કરવામાં આવી હતી. તમામ પરીક્ષાર્થીઓને જામનગર કોચિંગ ક્લા.સ એસો. દ્વારા પારદર્શક પાંઉચ, બોલપેન, પેન્સિલ, રબર, સંચો, ફૂટપટ્ટી સહિતની સામગ્રી આપવામાં આવે છે. પરીક્ષામાં ટોપ દસ વિદ્યાર્થીઓને સાંસદ પૂનમબેન માડમ દ્વારા સન્માનિત કરીને પુરસ્કાર આપવામાં આવશે.
આ પરીક્ષા દરમિયાન જામનગર શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, મેયર વિનોદ ખીમસૂર્યા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, કોર્પોરેટ અને જામનગર કોચિંગ ક્લાસ એસોસિએશનના ટ્રેઝરર ધીરેન મોનાણી સહિત અનેક લોકો હાજર રહ્યા. તેમજ વાલીઓ, શિક્ષકો અને સ્નેહીજનોએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial