Advertisement
Author: નોબત સમાચાર

એમઆરઆઈ મશીન ચાલુ કરાવો નહીં તો થશે આંદોલન

કોંગ્રેસ દ્વારા અપાઈ ચિમકીઃ

જામનગર તા. ૧૪ઃ હાલાર પંથકની સૌથી મોટી જામનગરની જી.જી.હોસ્પિટલમાં બંધ એમઆરઆઈ મશીન તુરંત ચાલુ કરવા બાબતે રજુઆત કરવામાં આવી છે. જામનગર શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી ભરત વાળાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરી છે કે, જામનગરની જી.જી. હોસ્પિટલમાં એમઆરઆઈ મશીન છેલ્લા ર૦ દિવસથી બંધ છે. છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. અકસ્માતમાં ઈજા પામનાર, બ્રેઈન સ્ટ્રોકના દર્દીઓને એમઆરઆઈ માટે ખાનગી હોસ્પિટલમાં પૈસા ખર્ચીને સારવાર કરાવવી પડી રહી છે. જેનાથી ગરીબ, મધ્યમ વર્ગના લોકોને મુશ્કેલી ૫ડે છે. આથી તાત્કાલિક ધોરણે એમઆરઆઈ મશીન ચાલુ કરવું જોઈએ, જરૂર પડ્યે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh