Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બી.એ.પી.એસ. દ્વારા પ. એશિયાનું સૌથી મોટું મંદિર બંધાયું છેઃ
અબુધાબી તા. ૧૪ઃ અબુધાબીમાં બીએપીએસ દ્વારા નિર્મિત હિન્દુ મંદિરની સંતોના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઈ છે અને હવે પી.એમ. મોદીના હસ્તે લોકાર્પણ પછી સમીટમાં તેમના સંબોધનનો કાર્યક્રમ જાહેર થયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત યુએઈના પ્રવાસે છે જ્યાં આજે સાંજે તેઓ અબુધાબીના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. હાલ મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વિધિ પૂર્ણ થઈ ચૂકી છે.
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અહીં સંતોના હસ્તે મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ ચૂકી છે. ત્યારે હવે અબુધાબીના આ પ્રથમ હિન્દુ મંદિરમાં સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું લોકાર્પણ કરશે.
વડાપ્રધાન મોદીનો કતારનો કાર્યક્રમ પણ છે. દુબઈમાં તેઓ વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટને પણ સંબોધિત કરશે.
આ ભવ્ય મંદિરનું નિર્માણ રાજસ્થાનના ગુલાબી સેન્ડસ્ટોનમાંથી કરવામાં આવ્યું છે અને ર૭ એકરમાં બનેલું આ ૧૦૮ ફૂટ ઊંચું મંદિર એક સ્થાપત્યની અજાયબી માનવમાં આવે છે.
અરબ અમીરાતમાં બીજા ૩ મંદિરો પણ છે, પરંતુ આ મંદિર પશ્ચિમ એશિયાનું સૌથી મોટું મંદિર છે. આ મંદિર દુનિયાભરના હિન્દુઓ માટે આકર્ષણ કેન્દ્ર બની રહેશે. આ ભવ્ય મંદિરમાં ૭ શિખરો છે જે સાત અમીરાત દર્શાવે છે.
ઉલ્લેખનીય તો તે છે કે આ મંદિર માટે એક ઈસ્લામીક દેશ યુએઈએ જમીન દાનમાંથી આપી છે. આ મંદિર ભારતીય વાસ્તુકલાઓ અદ્વૂત નમૂનો છે.
વડાપ્રધાન મોદી આજે દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં વિશ્વ નેતાઓની સભાને સંબોધિત કરશે. પોતાના પ્રવાસના પહેલા દિવસે પીએમ મોદીએ યુએઈના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. અબુધાબી બાદ વડાપ્રધાન મોદી કતાર જવા રવાના થશે. કતારમાં તેઓ મહામહિમ શેખ તમીમ બિન હમાદ અલ થાનીને મળવાની અપેક્ષા છે. આ ઉપરાંત વડાપ્રધાન કતારમાં અન્ય કેટલાક ઉચ્ચ મહાનુભાવોને પણ મળે તેવી શકયતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial