Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દાવો મુદ્દત બહારનો હોવાનું ઠરાવાયુંઃ
જામનગર તા.૧૪ઃ જામનગરના એક આસામીએ પોતાની ખેતીની જમીન વર્ષ ૨૦૦૪માં વેચી તેનો દસ્તાવેજ કરી આપ્યો હતો. તે દસ્તાવેજ સ્ટેમ્પ ડ્યૂટીના કારણે પેન્ડિંગ રહ્યા પછી તેની પ્રક્રિયા પૂર્ણ થયે ખરીદનાર વ્યક્તિઓએ નામ ચઢાવવાની તજવીજ કરતા જમીન વેચનાર આસામીએ અદાલતમાં દાવો કરી દસ્તાવેજ રદ્દ કરવાની માગણી કરી હતી. તે દાવો અદાલતે રદ્દ કર્યાે છે.
જામનગરના નગરસીમ વિસ્તારમાં આવેલી ગોકળભાઈ ચકુભાઈ પરમારની રે.સ.નં.૬૨૩/૨ વાળી જમીન તેઓએ છગનભાઈ દામજીભાઈ સોનગરા, ચકુભાઈ દામજીભાઈ સોનગરાને વેચાણ કરી હતી. સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકનમાં આ દસ્તાવેજ પેન્ડિંગ રહ્યો હતો. જેથી છગનભાઈ તથા ચકુભાઈનું નામ રેવન્યુ રેકર્ડમાં દાખલ થયું ન હતું.
સ્ટેમ્પ ડ્યૂટીની પ્રક્રિયા પૂર્ણ થતાં જમીન ખરીદનાર વ્યક્તિઓએ નામ દાખલ કરાવવાની કાર્યવાહી કરતા ગોપાલ ચકુ પરમારે વાંધો લઈ જણાવ્યું હતું કે, આવો દસ્તાવેજ તેઓએ બનાવી આપ્યો નથી, તેઓએ આ દસ્તાવેજ રદ્દ કરવા દાવો કર્યાે હતો. તે દાવામાં હાજર થયેલા પ્રતિવાદીઓએ દલીલ કરી હતી કે, વેચાણ દસ્તાવેજ વર્ષ ૨૦૦૪નો છે અને દાવો વર્ષ ૨૦૨૧માં કરાયો છે તેથી દાવો મુદ્દતમાં નથી અને રદ્દ થવાને પાત્ર છે.
બંને પક્ષ દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે ઠરાવ્યું હતું કે, વાદીને દાવો કરવા માટે કોઈ કારણ કે હક્ક નથી, દાવો મુદ્દત બહારનો છે. ઉપરોક્ત દાવો રદ્દ કરવાનો હુકમ કરાયો છે. પ્રતિવાદી તરફથી વકીલ અનિલ કોઠારી, રવિન્દ્ર વાઘેલા, વિશાલ વાઘેલા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial