Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તથા સમગ્ર હાલારમાં શુભમુહૂર્તમાં લગ્નોત્સવની ધૂમ

વસંત પંચમી અને વેલેન્ટાઈન-ડે નું માંગલિક સેલિબ્રેશન

ભારતીય સંસ્કૃતિ અનુસાર વસંત પંચમી નવજીવનનાં પ્રતીકરૂપ છે અને આજનાં દિનને વણલખ્યું શુભમુહૂર્ત માનવામાં આવે છે જ્યારે પાશ્વાત્ય સંસ્કૃતિ મુજબ વેલેન્ટાઈન - ડે ને પ્રેમનાં એકરારનો ઉત્સવ માનવામાં આવે છે. સંયોગવશ આ વર્ષે વસંત પંચમી અને વેલેન્ટાઈન-ડે એક જ દિવસે આવતા હોવાથી બહોળા પ્રમાણમાં લગ્નપ્રસંગોનું આયોજન થયું છે. આજનાં શુકનવંતા અને ભારતીય તથા પાશ્વાત્ય બંને સંસ્કૃતિ મુજબ યાદગાર મુહૂર્તમાં વિવાહ કરી જીવનને પ્રેમનો ઉત્સવ બનાવવા અનેક નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા છે. જામનગર શહેર તથા જિલ્લાનાં વાડી, મેરેજ હોલ પાર્ટી પ્લોટ વગેરેમાં માંગલિક પ્રસંગો યોજાઇ રહ્યા છે. દ્વારકા જિલ્લામાં પણ બહોળા પ્રમાણમાં લગ્નોત્સવનું આયોજન થયું છે. જેને પગલે આજનો દિન ખરા અર્થમાં વેલેન્ટાઇન-ડે બની રહ્યો છે એમ કહી શકાય.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh