Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તત્કાળ મરામત સંપન્ન કરીને
દ્વારકા તા. ૧૪ઃ દ્વારકા યાત્રાધામમાં સુદામા સેતુ પુનઃ શરૂ કરવા હોટલ એસોસિએશન દ્વારા ઉચ્ચસ્તરીય રજુઆત કરાઈ છે.
યાત્રાધામ દ્વારકામાં આવેલ બેનમૂન આકર્ષણ સમા સુદામા સેતુને આશરે દોઢ વર્ષ પૂર્વે સુરક્ષા કારણોસર બંધ કરાયા બાદ હજુ સુધી યાત્રિકો માટે ખુલ્લો મુકાયો ન હોય, દ્વારકા હોટલ એસોસિએશન દ્વારા સુદામા સેતુને પુનઃ યાત્રિકો માટે શરૂ કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજુઆત કરાઈ છે.
ગત ઓકટોબર ર૦રર ની સાલમાં સુરક્ષા કારણોસર રીપેરીંગ કરવા સબબ બંધ કરાયેલ દ્વારકાના ગોમતી ઘાટ અને પંચનદ તીર્થને જોડતાં બેજોડ આકર્ષણ સમા સુદામા સેતુને આજદિન સુધી ખુલ્લો મૂકાયો ન હોય જેના કારણે યાત્રિકોને તીર્થક્ષેત્રમાં આ પ્રવાસન સ્થળનો લાભ આશરે દોઢ વર્ષથી મળતો નથી. સુદામા સેતુ બંધ રહેવાને કારણે પંચનદ તીર્થ પર આવેલા ધાર્મિક સ્થળો તેમજ પંચનદ તીર્થ પર આવેલ બેનમૂન બીચનો નઝારો મહદ્અંશે પ્રવાસીઓને મળતો નથી.
પાંચ પાંડવોની દ્વારકા મુલાકાત દરમ્યાનના સંસ્મરણો તેમજ પંચ ઋષિઓના દરિયાના ખારા પાણી વચ્ચે આવેલ મીઠા પાણીના કૂવાઓ જેવા પ્રવાસન સ્થળોની મુલાકાતથી દર્શનાર્થીઓ વંચિત રહી જાય છે.
હાલમાં દ્વારકામાં લગભગ બારેમાસ સિઝન જેવી સ્થિતિ હોય જન્માષ્ટમી, દિવાળી, હોળી, ફૂલડોલ, નાતાલ સહિતના તહેવારોમાં તો લાખો ટુરીસ્ટ આવતા હોય ત્યારે દ્વારકામાં કૃષ્ણ અને સુદામાના મીલન આધારિત થીમ પર બનાવાયેલ જગતમંદિર પછીના પ્રમુખ આકર્ષણો પૈકીના એક એવા સુદામા સેતુને પુનઃ શરૂ કરવાથી યાત્રિકોને તીર્થક્ષેત્રોની મુલાકાત બીચ વિઝીટમાં સરળતા રહે તેમ હોય તેમજ વર્ષે લાખોની આવક કરતા સુદામા સેતુને મરમ્મતની કામગીરી તુર્તમાં પૂર્ણ કરી યાત્રીકોને આ સુવિધા પુનઃ પ્રદાન કરાય તેવી લોક માંગ ઉઠવા પામી છે. દ્વારકા હોટલ એસોસિએશન વતી પ્રમુખ નિર્મલ સામાણી તથા સેક્રેટરી રવિ બારાઈ દ્વારા મુખ્યમંત્રી, પ્રવાસન મંત્રી સહિતનાઓને ઉકત રજુઆત કરી સુદામા સેતુને તાત્કાલીક પુનઃ યાત્રીકો માટે ખુલ્લો મૂકાય તે માટે માંગ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial