Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના સંબંધીનું પોલીસે નોંધ્યું નિવેદનઃ
ભાણવડ તા. ૧૪ઃ જામજોધપુરના મોટી ગોપ ગામ પાસે રેલવે ટ્રેક પર ગઈકાલે ભાણવડના મોરઝર ગામના યુવાને પડતું મૂકી જિંદગીનો અંત આણી લીધો છે. અપરિણીત આ યુવાન લાંબા સમયથી એકલવાયુ જીવન જીવતા હોવાનું મૃતકના સંબંધીએ પોલીસ સમક્ષ નિવેદનમાં જણાવ્યું છે.
જામજોધપુર તાલુકાના મોટી ગોપના રેલવે સ્ટેશનથી ભાણવડ તરફના રેલવે ટ્રેક પર ગઈકાલે સાંજે ચારેક વાગ્યે એક ટ્રેન ધમધમાટ પસાર થઈ હતી. આ ટ્રેન હેઠળ અચાનક જ એક યુવાને પડતું મૂકી દીધુ હતું. ટ્રેનના તોતિંગ એન્જિનની ટક્કર વાગતા ફેંકાઈ ગયેલા આ યુવાન પર ટ્રેન ફરી વળી હતી. આ યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ ટીમ દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી મૃતકની ઓળખ મેળવવા શરૂ કરેલી તજવીજમાં મૃતક દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોરઝર ગામના દીપકભાઈ દેવાભાઈ સોંદરવા ઉર્ફે ભદાભાઈ (ઉ.વ.૪૫) હોવાનું ખૂલ્યું હતું.
પોલીસે મૃતકના પરિવારજનોનો સંપર્ક કર્યાે હતો. ત્યાં દોડી આવેલા રાહુલ યોગેશભાઈ બગડાએ મૃતકની ઓળખ આપી પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ દીપકભાઈ હજુ પરિણીત હતા અને એકલવાયા જીવનથી કંટાળ્યા હતા તેનો અંત આણવાનો નિર્ણય કરી તેઓએ ટ્રેન હેઠળ ઝંપલાવી લીધુ છે. પોલીસે નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial