Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૪ઃ જામનગરમાં ઢીંચડાવાળા માર્ગે ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવનાર હોવાથી તા. ૧૯ ફેબ્રુઆરીથી ૩૧ માર્ચ સુધી આ રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવશે. જે અંગેને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
જામનગર મહાનગર-પાલિકાના કમિશનર ડી.એન. મોદીએ બી.પી.એમ.સી. એક્ટની કલમની જોગવાઈ હેઠળ મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેમાં જામનગર મહાનગરપાલિકાની હદમાં ઢીંચડા ગામના મુખ્ય રસ્તા પાસે એરફોર્સ-૧ મેઈન ગેટથી ઢીંચડા ગામ તરફ જતા રસ્તા પર વાયુનગર મેઈન રોડ સુધી ભૂગર્ભ વટર પાઈપલાઈન નાખવાની કામગીરી અનુસંધાને સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા. ૧૯-ર-ર૦ર૪ થી તા. ૩૧-૩-ર૦ર૪ સુધી તમામ વાહનવ્યવહાર બંધ રાખવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવી છે, જેનો અમલ કરવાનો કમિશનરે હુકમ ફરમાવ્યો છે. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે નિયમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.
ઢીંચડા ગામના મુખ્ય રસ્તા પાસે એરફોર્સ-૧ મેઈન ગેટથી ઢીંચડા ગામ તરફ જતા રસ્તા પર વાયુનગર મેઈન રોડ તરફ જવાનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે વાયુનગર મેઈન રોડથી વાયુનગરની આંતરિક શેરી થઈ બળદેવનગરનો મુખ્ય રસ્તો થઈ મારૂતિનંદનની આંતરિક શેરી થઈ બાલાજી પાર્ક ૩ મુખ્ય રસ્તા થઈ બાલાજી પાર્ક ર મુખ્ય રસ્તા થઈ બાલાજી પાર્ક ૧ મુખ્ય રસ્તા થઈ ડીફેન્સ કોલોની મુખ્ય રસ્તા થઈ દિગ્જામ મીલ તરફ જવાનો રોડ ચાલુ રહેશે.
ઉપરાંત ઢીંચડા ગામના મુખ્ય રસ્તા પાસે એરફોર્સ-૧ મેઈન ગેટથી ઢીંચડા ગામ તરફ જતા રસ્તા પર વાયુનગર મેઈન રોડ તરફ જવાનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે વાયુનગર મેઈન રોડથી વાયુનગરની આંતરિક શેરી થઈ બળદેવનગરનો મુખ્ય રસ્તો થઈ બંસીધર સ્કૂલ કનૈયા પાર્ક થઈ તિરૂપતિ સોસાયટી મેઈન રોડ થઈ નીલકંઠ પાર્ક રોડ થઈ બેડી બંદર રીંગ રોડ તરફ જવાનો રોડ તથા તેને સંલગ્ન અન્ય રસ્તાઓ ચાલુ રહેશે તેમ મ્યુનિ. કમિશનર જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial