Advertisement
Author: નોબત સમાચાર

પુલવામા હુમલાની પાંચમી વરસીઃ ૪૦ જવાનો થયા હતાં શહીદઃ શ્રધ્ધાંજલિ

તે પછી ભારતે કરી હતી એર સ્ટ્રાઈકઃ અભિનંદનને પણ છોડાવ્યો હતો

નવી દિલ્હી તા. ૧૪ઃ આજે પુલવામામાં સીઆરપીએફ પર થયેલા આતંકી હુમલાની પાંચમી વરસી છે, અને શહીદ થયેલા ૪૦ જવાનોને શ્રધ્ધાંજલિ અપાઈ રહી છે. આ હુમલાનો બદલો લેવા પાક.માં ઘુસીને આતંકીઓના અડ્ડા પર હવાઈ હુમલો કરીને આતંકીઓ છાવણીઓનો નાશ કર્યાે હતો.

કાશ્મીરના પુલવામામાં ર૦૧૯ની ૧૪મી ફેબ્રુઆરીએ સી.આર.પી.એફ. (સેન્ટ્રાલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા હતાં. આ ગોઝારા હુમલાની આજે પાંચમી વરસી છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ર૦૧૯ની ૧૪મી ફેબ્રુઆરીએ રપ૦૦ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના જવાનો ૭૮ વાહનોના કાફલામાં નેશનલ હાઈ-વે ૪૪ દ્વારા જમ્મુ થી શ્રીનગર જઈ રહ્યા હતાં. ત્યારે વિસ્ફોટકો ભરેલી એક કારે કાફલાને આંતર્યાે હતો અને તરત જ તે કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતાં. પુલવામાં હુમલામાં શહીદ થયેલા બહાદુર સીઆરપીએફના જવાનોની યાદમાં ભારતીયો દ્વારા ૧૪ ફેબ્રુઆરીને 'બ્લેક ડે' તરીકે મનાવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે હુમલા પછી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહર સહિતના આતંકીઓ આ હુમલાના માસ્ટરમાઈન્ડ હોવાનું બહાર આવ્યું હતું.

ભારતે પુલવામામાં ઘટના બાદ આંતકવાદીઓને પાઠ ભણાવા આક્રમક વલણ લીધું હતું. ર૬ ફેબ્રુઆરી ર૦૧૯ના રોજ, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં પ્રવેશ કર્યાે અને હવાઈ હુમલા દ્વારા આતંકવાદી છાવણીઓનો નાશ કર્યાે. ર૭ ફેબ્રુઆરીએ, પાકિસ્તાનની વાયુસેના ભારતને જવાબ આપવા માટે જમ્મુ અને કાશ્મીરમાં પ્રવેશ કરે છે અને હવાઈ હુમલો કરે છે. જવાબમાં ભારતીય વાયુસેના પણ ઉતરે છે.

જો કે આ દરમિયાન ભારતીય મિગ-ર૧ પાકિસ્તાની સેનાના હુમલામાં આવે છે અને પાકિસ્તાનમાં પડી જાય છે. આ પછી પાકિસ્તાની સૈનિકોએ મિગ-ર૧ના પાયલટ અભિનંદન વર્ધમાનને પકડી લીધા હતાં. ૧ માર્ચ ર૦૧૯ના રોજ, અમેરિકા અને અન્ય દેશોના દબાણને કારણે પાકિસ્તાની સેનાએ અભિનંદન વર્ધમાનને મુક્ત કરી દીધા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh