Advertisement
Author: નોબત સમાચાર

બીએસએનએલ એમ્પ્લોઈઝ યુનિયન, જામનગરના પ્રમુખનું હોદ્દા ઉપરથી રાજીનામું

સરકાર સામે વારંવાર હડતાલ યોગ્ય નથીઃ

જામનગર તા. ૧૪ઃ બીએસએનએલ એમ્પ્લોઈઝ યુનિયનના જામનગર જિલ્લાના પ્રમુખે હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું છે. કેન્દ્રની મોદી સરકાર સાથે વારંવાર થતા વિરોધ, પ્રદર્શનના કારણે આ રાજીનામું આપવામાં આવ્યું હોવાનું કારણ જાહેર થયું છે.

બીએસએનએલ એમ્પ્લોઈઝ યુનિયન જામનગરના પ્રમુખ હરેન્દ્રસિંહ ડી. જાડેજાએ પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું ધરી દિધું છે.

તેમણે યુનિયનના આસી. સર્કલ પ્રેસીડેન્ટને પાઠવેલ રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે ઘણાં સમયથી હેડ કવાટર્સ લીડરો દ્વારા મોદી સરકાર સામે વારંવાર વિરોધ કરવામાં આવે છે.

બીએસએનએલ એમ્પ્લોઈઝ યુનિયન એ સંગઠન છે એ કોઈ પક્ષ નથી છતાં કિસાન મોર્ચા દ્વારા તા. ૧૬-ર-ર૪ ના સરકાર વિરૂદ્ધ હડતાલનો આદેશ અપાયો છે જેમાં યુનિયનને ટેકો આપવો ન જોઈએ, બે વર્ષ પહેલા પણ જુનાગઢમાં યોજાયેલ યુનિયનની સર્કલ કોન્ફરન્સમાં પણ મે, મોદી સરકારનો વિરોધ, આલોચના કરવી એ યુનિયન, કર્મચારીના હીતમાં નહીં હોવાનું જણાવ્યું હતું. છતાં લગભગ દર મહિને કોઈને કોઈ ધરણા, સુત્રોચાર, હડતાલના કાર્યક્રમો હેડ કવાટર્સ દ્વારા આપવામાં આવે છે.

છેલ્લા ઘણાં સમયથી મૌખિક રજુઆતો કરવામાં આવી છે. છતાં હેડ કવાટર્સ દ્વારા યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી અને તા. ૧૬ ની હડતાલમાં જોડાવવા માટે અપીલ કરી છે. જેની સામે મારો વિરોધ છે. કિસાન મોરચાને ટેકો એક યુનિયન તરીકે આપી ન શકાય. આથી હું તા. ૧૬ ની હડતાલમાં જોડાઈ ન શકું અને કર્મચારીઓને તેની અપીલ પણ ન કરી શકું આથી હું મારા પ્રમુખ પદેથી રાજીનામું આપુ છું અને કર્મચારીઓ, હોદ્દેદારોને આગામી તા. ૧૬ ની હડતાલમાં નહીં જોડાવવા અપીલ કરૃં છું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh