Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેડૂતોને અટકાવવા માર્ગો બંધ કરી બેરીકેટ્સ કેમ લગાવ્યા? અદાલત
ચંદીગઢ તા. ૧૪ઃ હરિયાણામાં સરહદો બંધ કરવા અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવા સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન અદાલતે વિવિધ મુદ્દે નારાજગી વ્યક્ત કરીને હરિયાણા અને પંજાબ સરકારનો જવાબ માંગ્યો હતો.
ખેડૂતોના આંદોલનને કારણે તંત્ર અને પોલીસ દ્વારા રસ્તાઓ બંધ કરવા બદલ હાઈકોર્ટે હરિયાણા સરકારનો ઉધડો લઈ નાખ્યો હતો. એક પીઆઈએલ પર સુનાવણી વખતે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે કહ્યું કે, ખેડૂતો નેશનલ હાઈ-વે પર એકઠા થઈ રહ્યા હતાં, કારણ કે તેમને ભેગા થવાનો અને આંદોલન કરવાનો અધિકાર છે. આ ઉપરાંત કોર્ટે આ મામલે પંજાબ સરકારને પણ ફિટકાર લગાવી હતી.
હરિયાણામાં સરહદો બંધ કરવા અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવા સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. દરમિયાન કાર્યકારી ચીફ જસ્ટિસ જી.એસ. સંધાવલિયા અને જસ્ટિસ લુપિતા બેનર્જીની બેન્ચે આ મામલે સુનાવણી કરી.
ઉલ્લેખનિય છે કે, ખેડૂતો ફરી એકવાર સરકાર સામે પોતાની માંગણીઓ સાથે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. સુનાવણી દરમિયાન હરિયાણાના એડિશનલ એડવોકેટ જનરલ દિપક સભરવાલે કોર્ટને કહ્યું કે દેખાવકારો ૪ હજારથી વધુ મોડીફાઈડ ટ્રેક્ટર-ટ્રેલર લઈને આવ્યા હતાં જેના કારણે સરકાર દ્વારા આ પગલાં લેવામાં આવ્યા. પંચકુલાના વકીલ ઉદય પ્રતાપસિંહ વતી પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, કલમ ૧૪૪ લાગુ કરવી અને હરિયાણાના કેટલાક જિલ્લામાં બેરિકેડ્સ, ખિલ્લા લગાવવા જેવી કાર્યવાહી એ લોકતાંત્રિક અભિવ્યક્તિને દબાવવાનો પ્રયાસ છે.
કોર્ટે હરિયાણા અને પંજાબ સરકારને ગુરુવાર સુધીમાં સ્ટેટ્સ રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે. ચંડીગઢને પણ રિપોર્ટ દાખલ કરવાની સૂચના આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial