Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આસિફ અલી ઝરદારી નવા રાષ્ટ્રપતિ બની શકેઃ પીએમએલ-એનના હવાલાથી ખબર
ઈસ્લામાબાદ તા. ૧૪ઃ પાકિસ્તાનમાં ગઠબંધન સરકાર માટે પીએમએલ-એન દ્વારા કરાયેલી ઓફર મુજબ શાહબાઝ શરીફને વડાપ્રધાન બનાવી શકાય છે. આ અંગેની અટકળોનું બજાર ગરમ છે.
પાકિસ્તાનની રાજનીતિમાં સામાન્ય ચૂંટણી પછી હવે નવી સરકારની રચનાની ફોર્મ્યુલા પણ નક્કી કરવામાં આવી છે. ગઠબંધનની નવી સરકાર બનશે અને બે પક્ષો પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ-પાકિસ્તાન તેને સમર્થન આપશે. આગામી વડાપ્રધાન શાહબાઝ શરીફ (૭ર વર્ષ) હશે. આ સિવાય પાર્ટીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ મરિયમ નવાઝ (પ૦ વર્ષ)ને પંજાબના મુખ્યમંત્રી પદ માટે નામાંકિત કરવામાં આવ્યા છે.
પાર્ટીએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ આસિફ અલી ઝરદારીને નવા રાષ્ટ્રપતિ બનાવવાના પ્રસ્તાવને આગળ વધારી રહ્યા છે. પીએમએલ-એન ના માહિતી સચિવ મરિયમ ઔરંગઝેબે કહ્યું કે પાર્ટીના સુપ્રિમો નવાઝ શરીફ (૭૪ વર્ષ) એ દેશના વડાપ્રધાન પદ માટે શાહબાઝ શરીફને નોમિનેટ કર્યા છે. મરિયમ ઔરંગઝેબે કહ્યું કે નવાઝ શરીફે પોતે આ પદ ન લેવાનો નિર્ણય લીધો છે અને નવા પીએમ તરીકે શાહબાઝ અને પંજાબના સીએમ તરીકે મરિયમ નવાઝનું નામ ફાઈનલ કર્યું છે.
સરકારની રચનાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, સરકારમાં સત્તાની વહેંચણી માટે દરેક રાજકીય પક્ષોમાં સમિતિઓની રચના કરવામાં આવી રહી છે. નવાઝ શરીફે પક્ષોનો આભાર માન્યો છે જેમણે પીએમએલ-એન (આગામી સરકારની રચનામાં) સમર્થનની જાહેરાત કરી છે. તેમણે આશા વ્યકત કરી કે આવા નિર્ણયોથી પાકિસ્તાન સંકટમાંથી બહાર આવશે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો-ઝરદારીએ વડાપ્રધાન પદની રેસમાંથી ખસી ગયાના કલાકો બાદ આ જાણ થઈ છે.
બિલાવલે કહ્યું કે તેમની પાર્ટી નવી સરકારનો ભાગ નહીં બને. જો કે તેઓ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પાર્ટીને સમર્થન કરશે. હાલમાં શાહબાઝ માટે બીજી વખત પીએમ બનવાનો રસ્તો સાફ દેખાઈ રહ્યો છે. ઈમરાન ખાનને સત્તા પરથી હટાવવામાં આવ્યા પછી, શાહબાદ પાકિસ્તાનના ર૩ મા વડાપ્રધાન બન્યા અને એપ્રિલ ર૦રર થી ઓગષ્ટ ર૦ર૩ સુધી દેશની બાગડોર સંભાળી. તેઓ પીપીપીના સમર્થનથી સરકારમાં આવ્યા હતાં.
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં ર૬૬ સીટો છે. ર૬પ બેઠકોના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. સરકાર બનાવવા માટે ૧૩૩ સીટો હોવી જરૂરી છે. દેશમાં ૮ ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ દ્વારા સમર્થિત મોટાભાગના અપક્ષ ઉમેદવારો જીત્યા હતાં.
પાકિસ્તાનના ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે સામાન્ય ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોએ સૌથી વધુ ૧૦૧ બેઠકો જીતી છે. આમાંથી મોટાભાગના ઉમેદવારોને ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈનું સમર્થન છે. તે પછી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) ને ૭પ બેઠકો, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ને પ૪ બેઠકો મળી હતી. મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ-પાકિસ્તાનને ૧૭ બેઠકો મળી છે. અન્ય પક્ષોને પણ ૧૭ બેઠકો મળી છે. એક બેઠકનું પરિણામ અટકાવી દેવામાં આવ્યું છે. કોઈપણ પક્ષને પૂર્ણ બહુમતી ન મળવાને કારણે ત્રિશંકુ સંસદની સ્થિતિ સર્જાઈ હતી. ઈમરાન ખાન જેલમાં છે અને તેઓ સરકાર બનાવવાના પ્રયાસમાં પાછળ રહી ગયા છે.
સામાન્ય ચૂંટણીના પાંચ દિવસ પછી પણ પાકિસ્તાનમાં આગામી સરકારને લઈને ચિત્ર સ્પષ્ટ નથી. પીએમએલ-એનને કથિત રીતે પાકિસ્તાની સેનાનું સમર્થન છે. એક દિવસ પહેલા પીપીપીએ સેન્ટ્રલ એક્ઝિકયુટિવ કમિટિની બેઠક બોલાવી હતી અને તેના નેતાઓ સાથે સરકારની રચના અંગે ચર્ચા કરી હતી. તે પછી, એક નિવેદનમાં બિલાવલે (૩પ વર્ષ) કહ્યું, વાસ્તવિકતા એ છે કે તેમની પાર્ટી પાસે સંધીય સરકાર બનાવવાનો આદેશ નથી. આ કારણે હું મારી જાતને પાકિસ્તાનના વડાપ્રધાન પદની ઉમેદવારી માટે આગળ નહીં મૂકશે. પરિણામોમાં પીએમએલ-એન અને અપક્ષોની સંખ્યા વધુ છે. આ પહેલાં પૂર્વ વડાપ્રધાન શાહબાઝે કહ્યું હતું કે નવાઝ શરીફ રેકોર્ડ ચોથી વખત વડાપ્રધાન બનશે. શાહબાઝે કહ્યું હતું કે, નવાઝ શરીફ ચોથી વખત વડાપ્રધાન બનશે અને આજે પણ હું એ વાત પર ઊભો છું કે તેઓ ચોથી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial