Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શનમાં
ખંભાળીયા તા. ૧૪ઃ ધી નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી એકટ-૧૯૮૭, સુપ્રિમ કોર્ટની અનુશ્રામાં રાષ્ટ્રીય સ્તર ઉપર કાનૂની સેવાના ક્ષેત્રમાં કાર્ય કરતી ઓટોનોમસ બોડી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ રાજય કક્ષાએ ગુજરાત હાઇકોર્ટની અનુશ્રામાં કાર્ય કરતી બોડી ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના સીધા માર્ગદર્શનમાં તા. ૯-૩-ર૦ર૪, શનિવારના સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ અદાલતોમાં વર્ષ-૨૦૨૪ની પ્રથમ રાષ્ટ્રીય લોક-અદાલત તેમજ સ્પેશિયલ મેજીસ્ટ્રેરીયલ સીંટીંગનું આયોજન કરવામાં આવનાર છે.
જેમાં અદાલતમાં ચાલતા હોય તેવા તમામ સમાધાન લાયક સિવિલ તથા ફોજદારી કેસો જેવા કે, લગ્ન વિષયક તકરારો, મોટર અકસ્માત વળતર કેસ, દિવાની કેસ, કામદાર વળતર કેસ, મોબાઇલ કંપની સાથેના વિવાદ, ફોજદારી સમાધાન પાત્ર ગુન્હાઓના કેસ જમીન સંપાદન વળતર કેસ, બેન્ક રીકવરી કેસ, પેન્શન કેસ, ગ્રાહક સેવા તકરારની બાબતો, વીજ કંપનીના કેસ વગેરે તમામ કેસો મુકવામાં આવનાર છે.
આ ઉપરાંત એવા કેસો કે જે હજુ સુધી અદાલતમાં આવેલ નથી તેવા પ્રિ-લીટીગેશન કેસો, જેમાં પબ્લીક યુટીલીટી સર્વિસીસ સાથે સંકળાયેલા કેસો વીજ તથા પાણીના બાકી લેણાનાં કેસો, ટ્રાફિક ચલણના કેસો, નેગોશીએબલ ઇન્સટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ના કેસો, બેંક રીકવરી કેસો, લેબર ડિસ્પ્યુટસના કેસો વગેરે કેસો માટે પ્રિ-લીટીગેશન અદાલતનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં આ લોક અદાલત પૂર્વે લીટીગેશન તથા પ્રિ-લીટીગેશન કેસો માટે પ્રિ-કાઉન્સીલીંગ તથા પ્રિ-સિટિંગ યોજવામાં આવી છે.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્રારા જુદા-જુદા સ્ટેક હોલડરો જેવા કે, વકીલો, સરકારી વકીલશ્રીઓ, પોલીસ અધિકારીઓ, કલેકટર તથા રેવન્યુ ખાતાના અધિકારીશ્રીઓ, બેંક તથા ફાયનાન્સિયલ ઇન્સ્ટિટયુટના અધિકારીશ્રીઓ તથા સંસ્થાઓના હોદ્દેદારો સાથે સદર લોક અદાલત તથા સ્પેશિયલ મેજીસ્ટ્રેરીયલ સીટીંગના સંદર્ભમાં પિરિયોડિકલી મિટિંગો યોજી પરીણામલક્ષી આયોજન કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી જુદી-જુદી અદાલતો દ્વારા પેન્ડિંગ તથા પ્રિ -લીટીગેશન મળીને કુલ ૨૦૦૦થી વધુ કેસો ફાઇન્ડ આઉટ કરી મૂકવામાં આવેલ છે.
વધુમાં દેવભૂમિ દ્વારકામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના જુદા જુદા સ્થળો પર કેમેરા લગાવી ટ્રાફિકનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો ને ઈ - ચલણ ઇસ્યૂ કરવામાં આવેલ છે. હાલ સુધી આવા ઈ-ચલણ ન ભરેલ હોય તેવા કુલ ૧૪૫૬ વાહન ચાલકો વિરૂદ્ધ ઈ-ચલણની પ્રિ-લીટીગેશન નોટિસ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દેવભૂમિ દ્વારકા દ્વારા ઇસ્યૂ કરવામાં આવેલ છે. જેથી આવા વાહન ચાલકો જો કોર્ટની કાર્યવાહીથી બચવા માંગતા હોય તો તાત્કાલિક ખંભાળિયામાં આવેલ* નેત્રમ*કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર/જિલ્લાની નજીક ની ટ્રાફિક શાખા અથવા તારીખઃ ૦૯/૦૩/૨૦૨૪ ના રોજ આયોજિત રાષ્ટ્રીય લોક અદાલતના દિવસે રૂબરૂ ભરી શકાશે. જૂના ઈ-ચલણ ઓન લાઈન ભરવા માટે ીષ્ઠરટ્ઠઙ્મઙ્મટ્ઠહૅટ્ઠઅદ્બીહં. ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં. ર્ખ્તદૃ.ૈહ તથા વન નેશન વન નેશન અંતર્ગતના ચલણ ઓનલાઇન ભરવા માટે ીષ્ઠરટ્ઠઙ્મઙ્મટ્ઠહ.ૅટ્ઠિૈદૃટ્ઠરટ્ઠહ.ર્ખ્તદૃ.ૈહ પર ભરી શકાશે.
આપ પણ આપનો કેસ લોક અદાલતના માધ્યમ થકી ખૂબજ ઝડપથી પુરો કરાવવા માજ્ટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા અદાલત, ખંભાળીયાનો કે આપના વિસ્તારમાં આવેલ અદાલતનો સંપર્ક કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન(મુખ્ય જિલ્લા ન્યાયાધીશ)શ્રી એસ.વી.વ્યાસ દ્વારા અપીલ કરવામાં આવે છે.
વધુ માહિતી માટે જિલ્લા સ્તરે જિલ્લા કાનૂની સેવા સત્ત મંડળ, જિલ્લા ન્યાયાલય, દેવભૂમિ દ્વારકા-ખંભાળીયા ટેલીફોન નંબરઃ-૦ર૮૩૩-ર૩૩૭૭પ તથા તાલુકા સ્તરે તાલુકા કાનૂની સેવા સમિતિ, તાલુકા અદાલત, ખંભાળીયા, ભાણવડ, કલ્યાણપુર, દ્વારકા, ઓખા તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના ટોલ ફ્રી નંબર-૧૮૦૦-ર૩૩-૭૯૬૬ અથવા ૧પ૧૦૦ ઉપર સંપર્ક કરી વધુ માહિતી મેળવવા અપીલ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial