Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટિટયૂટના સહયોગથી
જામનગર તા. ૧૪ઃ જામનગર જિલ્લા પંચાયત ભવનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ-પ્રિવેન્શન એન્ડ મિનિમાઈઝેશન ઓફ પ્લાસ્ટિક વેસ્ટ આ વિષય આધારીત એક દિવસીય જિલ્લાકક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વામિનારાયણ ફ્રીઝીયોથેરાપી કોલેજ જામનગર અને ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઈન્સ.ના સહયોગથી આયોજિત વર્કશોપમાં રાજ્યકક્ષાના નિષ્ણાતો હાજર રહ્યા હતા અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ વિષય પર સર્વેને સવિસ્તાર માહિતી આપી હતી. આ પ્રકારના આયોજનો થકી જિલ્લાના છેવાડાના વિસ્તાર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન અને અન્ય લોકકલ્યાણના કાર્યક્રમોને વેગ મળશે.
કાર્યક્રમની શરૂઆત જામનગર જિલ્લા વિકાસ એજન્સીના નિયામક એસ.એમ. કાથડ દ્વારા દીપ પ્રાગટય કરીને કરવામાં આવી હતી. વર્કશોપમાં ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ કો-ઓર્ડી. વિજય ગોસ્વામી, જામનગર જિલ્લા તેમજ તાલુકાકક્ષાએ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના સાથે સંકળાયેલા પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial