Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રસ્તે રઝળતા શ્વાન લોકોને બટકા ભરે, વાહનની પાછળ દોડે છેઃ
જામનગર તા. ૧૪ઃ જામનગરમાં રસ્તે રઝળતા શ્વાનનું ખસીકરણ કરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ અત્યંત ધીમી ગતિએ ચાલતી આ કામગીરી સાર્થક નિવડી શકે તેમ છે ? શહેરમાં રસ્તે રઝળતા શ્વાસ વાહન ચાલકોની પાછળ દોડે છે, લોકોને બટકા ભરે છે આથી તેનો ત્રાસ દૂર કરવા જામનગર મહાનગર પાલિકા દ્વારા ખસીકરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જામનગરમા ૯૧૬ શ્વાનનું ખસીકરણ થઈ ચુક્યું છે. જ્યારે નગરમાં હજારો આવારા કૂતરાઓનો પ્રાસ છે.
શ્વાન માટે રણજીત સાગર માર્ગે ખાસ દવાખાનું ઉભું કરવામાં આવ્યું છે. ત્યાં શ્વાનનું રસીકરણ-ખસીકરણ કરવામાં આવે છે. શ્વાન ઉપર પાંચ દિવસની પ્રક્રિયા હાથ ધર્યા પછી જ્યાંથી ઉપાડવામાં આવ્યા હોય ત્યાંજ શ્વાનને છોડી દેવામાં આવે છે એટલે કે લોકોને શ્વાનના ત્રાસમાંથી ટૂંકા ગાળામાં મુક્તિ મળે તેવી શકયતા નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial