Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫ાંચ દિવસ તાલીમનો બીજો તબક્કો સંપન્નઃ
દ્વારકા તા. ૧૪ઃ લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ ની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણીપંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ગાંધીનગર અને રાજકોટમાં મદદનીશ ચૂંટણી અધિકારીઓ માટે રાજયકક્ષાનો પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. તા. ૯-જાન્યુઆરીના પૂર્ણ થયેલા બીજા તબક્કાના તાલીમ કાર્યક્રમમાં ભારતના ચૂંટણીપંચના ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને કર્ણાટક રાજયના નેશનલ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ દ્વારા ૮૮ જેટલા મદદનીશ ચૂંટણી અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયા સંબંધી તાલીમ આપવામાં આવી હતી.
તા. ૯-ફેબ્રુઆરીના પૂર્ણ થયેલા આ પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમમાં મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઉમેદવારી પત્રો અને તેને સંલગ્ન બાબતો, ઈવીએમ, વીવીપેટના સંગ્રહ, પરિવહન અને જાળવણી, મતદાન મથકને લગતી બાબતો, મતદાનના દિવસની વ્યવસ્થાઓ, પોલીસ સ્ટાફ, આદર્શ આચારસંહિતા, પોસ્ટલ બેલેટ, મતગણતરી અને પરિણામોની જાહેરાત, પેઈડ ન્યૂઝ, મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરીંગ કમિટી, આઈ.ટી. એપ્લિકેશન્સ તથા ખર્ચ નિરીક્ષણ સહિતની બાબતો અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી. ભારતના ચૂંટણીપંચ દ્વારા ઘડવામાં આવેલા નિયમો, તેને અનુરૂપ અદ્યતન સૂચનાઓ અને નિયત ચૂંટણી પ્રક્રીયાઓ થકી ચૂંટણીઓનું સરળ સંચાલન સુનિશ્ચિત કરવા ભારતના ચૂંટણીપંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર અને રાજકોટમાં તા. પ થી તા. ૯ ના ફેબ્રુઆરી-ર૦ર૪ સુધી યોજાયેલા આ બીજા તબક્કાના તાલીમ કાર્યક્રમમાં ભારતના ચૂંટણીપંચના નેશનલ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ દ્વારા ૮૮ જેટલા મદદનીશ ચૂંટણી અધિકારીઓને ચૂંટણીની કામગીરી સંબંધિત તમામ વિષયો પર વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ કાર્યક્રમના સમાપન પૂર્વે ભારતના ચૂંટણીપંચ દ્વારા તમામ મદદનીશ ચૂંટણી અધિકારીઓનું ઓનલાઈન મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial