Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યમંત્રી મુળુભાઈ બેરા તથા સંસદ સભ્ય પૂનમબેનના પ્રયાસોને સફળતા

અંતે... ખંભાળીયા-ભાણવડનો જર્જરીત ૧પ કિ.મી.નો રસ્તો નવો બનશે...

ખંભાળીયા તા. ૧૪ઃ ખંભાળીયા થીભ ાણવડ જવાનો માર્ગ અત્યંત ખરાબ હોય આ માર્ગના ૧પ કિ.મી.ના માર્ગને નવો બનાવવા રાજ્યમંત્રી મુળુભાઈ બેરા તથા સાંસદ સભ્ય પૂનમબેન માડમના પ્રયાસોને સફળતા મળી છે અનેઅંતે આ જર્જરીત રોડને નવો બનાવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ખંભાળીયા-ભાણવડ રોડ તદ્દન ખરાબ હોય અને તેમાંય ખંભાળીયાથી માંઝા, મોખરી ગામ સુધી અત્યંત ખાડા પડેલા હોય વારંવાર થીગડા છતાં આ રસ્તો તેવી જ સ્થિતીમાં છેલ્લા એકાદ વર્ષથી હોય, આ રસ્તો જુનાગઢ જવા ખુબ જ ઉપયોગી હોય, વાહન ચાલકો ભારે પરેશાન થઈ જતાં હતાં. તે રસ્તો પંદર કિ.મી. નવો બનાવવાનું નક્કી થઈને ટેંડરીંગ પ્રક્રિયા પૂર્ણ થઈ છે.

ખંભાળીયા-ભાણવડ રોડ એકાદ વર્ષથી પીડબલ્યુડી (સેટ) દ્વારા નેશનલ હાઈ-વે ઓથોરીટીને સોંપી દેવાતા તમા નવો બનાવવાનું તથા રીપેરીંગનું કાર્ય પણ નેશનલ હાઈ-વે દ્વારા જ થઈ શકે તેમ હોય ટેંડરીંગ કરીને એબાવ ટેંડર આવતા પ્રક્રિયા રીને પોરબંદરના નેશનલ હાઈ-વેના ડે.ઈ. લખન તવનાની દ્વારા દિલ્હી કેન્દ્રીય વિભાગમાં પ્રક્રિયા માટે મોકલાયું છે જે થોડા જ સમયમાં પૂર્ણ થતાં આ રસ્તો જે ખંભાળીયાથી પાંચેક કિ.મી. તદ્દન ભંગાર જર્જરીત છે તે નવો બનશે. રાણાવાવથી ભાણવડ ખંભાળીયા રોડ નેશનલ હાઈ-વેને સોંપવામાં આવેલો છે જેથી નેશનલ હાઈ-વે તંત્ર દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh