Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખરીદી માટે ગુંદાથી આવતા માતા-પુત્રને અક્સ્માતઃ
ખંભાળિયા તા. ૧૪ઃ ખંભાળિયા-પોરબંદર ધોરીમાર્ગ પર આજે સવારે ભાણવડના ગુંદાથી ખરીદી માટે ખંભાળિયા આવતા માતા-પુત્રના બાઈક સાથે ટ્રક ટકરાઈ પડતા પુત્રના બન્ને પગ પરથી ટ્રકના તોતિંગ પૈડાં ફરી વળ્યા છે. ગંભીર ઈજા પામેલા આ યુવાનને વધુ સારવાર માટે જામનગર ખસેડાયો છે.
ખંભાળિયાથી ૫ોરબંદર વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલી ભાણવડ તરફની ગોળાઈમાં આજે સવારે સાડા દસેક વાગ્યે એક બાઈક સાથે સામેથી આવતો ટ્રક ટકરાઈ પડતા બાઈક પર જતા ભાણવડ તાલુકાના ગુંદા ગામના વીણાબેન સંજયભાઈ ઉપાધ્યાય તથા તેમના પુત્ર વિરલ સંજયભાઈને ગંભીર ઈજા થઈ છે.
ઉપરોક્ત માતા-પુત્ર ગુંદા ગામથી ખરીદી માટે બાઈક પર આજે સવારે ખંભાળિયા આવવા રવાના થયા હતા. તેઓ જ્યારે ગોળાઈમાં પહોંચ્યા ત્યારે સામેથી આવતા ટ્રકના ચાલકે અચાનક જ બાઈકને જોયા પછી કાબૂ ગુમાવ્યો હતો અને અક્સ્માત સર્જાયો હતો.
ટ્રકના પૈડાં રોડ પર પછડાયેલા વિરલભાઈના બન્ને પગ પર ફરી વળ્યા છે. જ્યારે તેના માતા વીણાબેનને ગંભીર ઈજા થઈ છે. લોહી-લુહાણ બની ગયેલા વિરલને સારવાર માટે ખંભાળિયા દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પોરબંદર ધોરીમાર્ગ પર સ્પીડબ્રેકર ન હોવાના કારણે અવાર-નવાર પ્રાણઘાતક અક્સ્માતો સર્જાઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial