Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતના કર્મચારીઓએ ફૂંક્યું આંદોલનનું રણશીંગુઃ ર૩ ફેબ્રુઆરીના ગાંધીનગરમાં ધરણાં

જુની પેન્શન યોજના તથા ફિક્સ પગારના પ્રશ્ને

ખંભાળિયા તા. ૧૪ઃ ગુજરાત રાજ્યના કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા રાજ્યના કર્મચારીઓના બે મુખ્ય પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા આજથી રાજ્યભરમાં આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારના કર્મચારીઓને જુની પેન્શન યોજના લાગુ કરવા તથા ગુજરાત સરકારના તમામ ફિક્સ પગારની નિમણૂક નાબૂદ કરવા તેમજ અગાઉ થયેલા સમાધાનમાં બાકી રહેલા પ્રશ્નોનું નિરાકરણ નહીં થતાં આંદોલનનું રણશીંગુ ફૂંકવામાં આવ્યું છે.

જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જાહેર થયા મુજબ કર્મચારીઓ આજે તા. ૧૪/ર અને તા. ૧પ/ર ના દિવસે કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે. તા. ૧૬/ર ના દિવસે કર્મચારીઓ કાળા વસ્ત્રો ધારણ કરી ફરજ બજાવી વિરોધ પ્રદર્શન કરશે. જ્યારે તા. ર૩-ર-ર૦ર૪ ના બપોરે ૧ર થી ૩ સુધી ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રાજ્યભરના કર્મચારીઓ દ્વારા ધરણાં કરાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh