Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૪ઃ જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા સપડા ગામની ગોળાઈમાં ગઈકાલે વહેલી સવારે ચાલીને જતાં એક અજાણ્યા પ્રૌઢને કોઈ વાહન ટક્કર મારીને નાસી ગયું હતું. ગંભીર ઈજા પામેલા આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે ખુદ ફરિયાદી બની હિટ એન્ડ રનના આ બનાવની નોંધ કરી છે અને અકસ્માત સર્જનાર વાહન ચાલકની શોધ આદરી છે. જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર આવેલા સપડા ગામ નજીકની ગોળાઈમાંથી ગઈકાલે સવારે ચારેક વાગ્યે પંચાવનેક વર્ષની વયના પુરૂષ પસાર થતાં હતા ત્યારે કોઈ અજાણ્યું વાહન તેમને ઠોકર મારીને નાસી છૂટ્યું હતું. ટક્કર વાગવાથી રોડ પર આ પ્રૌઢ પછડાયા હતા. માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા આ પ્રૌૈઢનું મૃત્યુ નિપજ્યું છે. ત્યાંથી પસાર થતા કોઈ વાહનચાલકે પોલીસને જાણ કરી હતી. દોડી આવેલી પંચકોશી-એ ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યો છે. જમાદાર સી.ડી. જાટીયાએ ખુદ ફરિયાદી બની અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનના ચાલક સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. પોલીસે હિટ એન્ડ રનના આ બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial